વાયરલ થવાના ચક્કરમાં હોઠ પર ગુંદર લગાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો


HD ન્યુઝ ડેસ્ક : સોશિયલ મીડિયા પર વાયરલ થવાની દોડમાં, લોકો ક્યારેક એવા ખતરનાક પગલાં લે છે, જેના પરિણામો ચોંકાવનારા હોય છે. ફિલિપાઇન્સમાં એક યુવકનો આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સુપર ગ્લુનો ઉપયોગ કરીને પોતાના હોઠને ચોટાડ્યા છે. આ હરકતથી તે પોતે તો મુશ્કેલીમાં મૂકાયો જ પણ સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ હાસ્ય અને ગુસ્સાનું વાતાવરણ ઉભું થયું.
યુવાને શું કર્યું?
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવકે તેના હોઠ પર ગુંદર લગાવ્યો અને તેને હોઠ બીડી દીધા. શરૂઆતમાં તે તેના આ કૃત્ય પર હસ્યો, પણ થોડીવારમાં જ તે હાસ્ય મુશ્કેલીમાં ફેરવાઈ ગયું. જ્યારે તેણે તેના હોઠ ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ખુલતા જ નહોતા. વારંવાર પ્રયાસ કરવા છતાં નિષ્ફળ જતાં તેની ચિંતા વધવા લાગી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી
આ ઘટનાનો વીડિયો “બોડીઝ ટીવી” નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકોએ જોયો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ મળી છે. આ ઘટના જોઈને કેટલાક લોકો હસવા લાગ્યા, જ્યારે ઘણા લોકોએ તે યુવાનની મૂર્ખામી પર ગુસ્સો વ્યક્ત કર્યો.
એક યુઝરે લખ્યું, “વાઈરલ થવા માટે તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમવી કેટલી ખોટી વાત છે.” જ્યારે બીજાએ કહ્યું, “ફક્ત ડોકટરો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, પરંતુ તે યુવકે જીવનનો પાઠ શીખ્યો હશે.” વીડિયોના અંતે, તે યુવાન તેના હોઠ ખોલવા માટે દોડતો જોવા મળે છે, પરંતુ આખરે તેનું શું થયું તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : Chhaavaનું ટ્રેલર જોઈ કેટરિનાને પતિ વિક્કી કૌશલ પર ગર્વ થયો, જાણો શું કહ્યું