ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર યુવકે જૂતું ફેંક્યું, વીડિયો થયો વાયરલ

Text To Speech

આગ્રા, 3 મે: આગ્રાના ફતેહાબાદમાં રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પર એક યુવકે જૂતું ફેંક્યું હતું. જો કે, સ્વામી પ્રસાદ મૌર્ય આ હુમલામાં બચી ગયા હતા અને પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય તેમની પાર્ટીના ઉમેદવાર હોતમ સિંહ નિષાદની તરફેણમાં ડૌકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા સતી મંદિરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી ઊભા થઈને બહાર આવેલા એક યુવકે પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંક્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકની અટકાયત કરી હતી.

અહીં જૂઓ વીડિયો:

 

આ પહેલા આગ્રા પહોંચેલા સ્વામી પ્રસાદ મૌર્યના કાફલાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ કાફલાને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રીના કાફલા પર શાહી પણ ફેંકવામાં આવી હતી અને સ્વામી પ્રસાદ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. અખિલ ભારત હિન્દુ મહાસભાના અધિકારીએ એક નિવેદન જારી કરીને આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાની અલગ પાર્ટી બનાવી

સપામાંથી રાજીનામું આપ્યા બાદ સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાની અલગ પાર્ટી બનાવી છે, જેનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી છે. આ પાર્ટીએ યુપીમાં લોકસભા ચૂંટણી માટે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યે કેમ જાહેરમાં પોલીસને આપી ધમકી?

Back to top button