ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં IT ફિલ્ડમાં અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Text To Speech
  • ગાંધીનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
  • ગાંધીનગર ખાતે આયુષ ગાંધીનું એટેક આવતા મોત
  • બીલીમોરાનો યુવાન અભ્યાસ અર્થે ગાંધીનગરમાં રહેતો હતો

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો છે.

ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા મોત
ઉલ્લેખનીય છે કે,ગઈકાલે ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો હતો. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

હાર્ટ એટેક આવવાના કારણો
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.રાજેશ તેલીના અનુસાર, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.

આ પણ વાંચો : સોમવારે હાર્ટ એટેકનો ખતરો કેમ વધુ રહે છે? શું કહે છે રિપોર્ટ

Back to top button