વર્લ્ડ

કાર લઈને પ્રેમીકાને મળવા રશિયા પહોંચ્યો યુવક, બોર્ડર પર સેનાએ રોક્યો, આગળ શું થયું…

  • પ્રેમીકાને મળવા યુવક કારથી  1100 કિલોમીટરનું અંતર કાપી રશિયા પહોંચ્યો
  • બોર્ડર પર તૈનાત સેનાએ તેને રોક્યો, યુવક પગપાળા સરહદ પાર કરવા લાગ્યો

રશિયા, 1 માર્ચ: સાચે જ કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. પ્રેમ માટે લોકો તમામ હદો પાર કરે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ પોતાની ઓનલાઈન ગર્લફ્રેન્ડને મળવા માટે કાર ચલાવીને રશિયા પહોંચી ગયો હતો. વ્યક્તિએ કાર સાથે કુલ 1100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જ્યારે તે રશિયન બોર્ડર પર પહોંચ્યો ત્યારે સેનાના જવાનોએ તેને રોક્યો અને અંદર જવાની ના પાડી દીધી. આ પછી તે વ્યક્તિ પગપાળા સરહદ પાર કરીને દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ જોઈને સેનાના જવાનોએ તેને પકડી લીધો.

યુવક પ્રેમ માટે બ્રિટનથી રશિયા પહોંચ્યો

ન્યૂઝ વેબસાઈટ મેટ્રોના રિપોર્ટ અનુસાર, 37 વર્ષીય યુવક બ્રિટનનો રહેવાસી છે. સોશિયલ મીડિયા એપ્સ દ્વારા રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. સમય જતાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, ત્યાર બાદ યુવકે તેને મળવાનું નક્કી કર્યું. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે બ્રિટનથી રશિયા સુધીની હવાઈ સેવા ઠપ થઈ જતાં તેણે પોતાની ગર્લફ્રેન્ડને મળવા પોતાની કારમાં જ રશિયા જવાનું નક્કી કર્યું અને પાસપોર્ટ કે વિઝા વગર તે કાર લઈને રશિયા જવા માટે નીકળી ગયો.

આ પણ વાંચો: DRDOએ સ્વદેશી ‘S-400’નું પરીક્ષણ કર્યું, જાણો આ ઘાતક શોર્ટ રેન્જ સુપર વેપનની તાકાત

બોર્ડર પર તૈનાત સેનાએ યુવકને રોક્યો

યુવક કાર સાથે પોલેન્ડ બોર્ડર પર પહોંચી તેણે ત્યાં તૈનાત ગાર્ડ પાસે અંદર જવાની પરવાનગી માંગી. તે વ્યક્તિએ ગાર્ડને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ સેન્ટ પીટર્સબર્ગમાં રહે છે અને મારે તેને મળવા જવું છે. આ સાંભળીને ગાર્ડે તેને અંદર જવા દેવાની ના પાડી. જે બાદ તે વ્યક્તિ ત્યાંથી પાછો ફર્યો હતો. પરંતુ રાત પડતાની સાથે જ આ વ્યક્તિ પગપાળા સરહદ પાર કરવા લાગ્યો. આ જોઈને સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીઓએ તે વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સંમત ન થયો અને પછી તે વ્યક્તિને 120 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો. આ પછી પણ, તે વ્યક્તિ સંમત થવા માટે તૈયાર ન હતો અને તેણે ગાર્ડને કહ્યું કે તે લિથુઆનિયા બાજુથી રશિયામાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો: નીરજ ગોયત VS જૅક પોલ: પ્યુર્ટો રિકોના રસ્તા પર બંને બૉક્સર બાખડી પડ્યા, જૂઓ વીડિયો

બપોર સુધીના મુખ્ય સમાચાર જૂઓ અહીં ટૉપ-10માં –

Back to top button