- લોકોને રખડતાં કૂતરાંના ત્રાસમાં મુક્તિ મળે તે જરૂરી બન્યું
- યુવાન આજે પણ કૂતરું જુએ એટલે દહેશતમાં આવી જાય છે
- ગૂગલ ઉપર સર્ચ કરી રેબિસ-હડકવા વિશે માહિતી મેળવી હતી
અમદાવાદ રખડતાં શ્વાસનના ત્રાસથી યુવાને રાત્રીની નોકરી છોડી છે. જેમાં કૂતરું કરડયાના ચાર વર્ષ પછીયે યુવાન દહેશતમાં છે. ઘટના એવી હતી કે કાલુપુર નજીકનો એક 32 વર્ષીય યુવાન રેબિસ ફોબિયાનો શિકાર બન્યો છે. લાંબા સમયથી સરકારી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જેમાં ઈન્ટરનેટ પર મેળવેલી વધુ પડતી માહિતીની પણ નકારાત્મક અસર ઉત્પન કરે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાની હાટડીઓ શરૂ થતાં AMCએ સુરક્ષા બાબતે મૂકી આ શરત
લોકોને રખડતાં કૂતરાંના ત્રાસમાં મુક્તિ મળે તે જરૂરી બન્યું
અમદાવાદ સહિત રાજ્યમાં લોકોને રખડતાં કૂતરાંના ત્રાસમાં મુક્તિ મળે તે જરૂરી બન્યું છે. તંત્રે આ દિશામાં ચોક્ક્સ કામગીરી કરવી જોઈએ. કૂતરું કરડયાના ચાર વર્ષ પછી પણ અમદાવાદના કાલુપુર નજીકનો એક 32 વર્ષીય યુવાન રેબિસ ફોબિયાનો શિકાર બનતાં, આજે પણ મનોચિકિત્સકની સારવાર લઈ રહ્યો છે, કારણ કે તે આજે પણ કૂતરું જુએ એટલે દહેશતમાં આવી જાય છે, કૂતરું કરડયું એ પહેલાં આ યુવાન ખાનગી કંપનીમાં શિફ્ટ-વાઈઝ નોકરી કરતો હતો, જોકે કૂતરું કરડયા પછી રેબિસ ફોબિયા થતાં આ યુવાને રાતે વાહન પાછળ કૂતરાં દોડતાં હોવાના કારણસર નાઈટ જોબ પણ છોડી દીધી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા ઢોર મામલે કરાયેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ
ગૂગલ ઉપર સર્ચ કરી રેબિસ-હડકવા વિશે માહિતી મેળવી હતી
અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલના મનોચિકિત્સકે જણાવ્યું હતું કે, 32 વર્ષના યુવાનને ચાર વર્ષ પહેલાં કૂતરું કરડયું હતું, જોકે એ પછી તેણે ગૂગલ ઉપર સર્ચ કરી રેબિસ-હડકવા વિશે માહિતી મેળવી હતી. જેમાં હડકવો થાય તો તેમાં મૃત્યુદર 100 ટકા હોવાનું જાણ્યું હતું. ડરના કારણે તેણે વેક્સિન મુકાવી એ પછી તૂર્ત જ બીજી હોસ્પિટલમાં પણ ખોટું બોલીને રસી લીધી હતી. લાંબા સમય પછી વધુ સારવાર માટે આવેલા આ દર્દીએ નોરતાં સમયે કાર્ડિયાક એરેસ્ટ આવશે તેવી દહેશત વ્યક્ત કરી હતી, જેમાં તબીબોએ કાઉન્સેલિંગ કર્યું હતું. દર્દીએ કેફિયત વર્ણવી હતી કે, આજે પણ કૂતરું જોયા પછી ગુગલ પર રેબિસ વિશે સર્ચ કરવાની ઈચ્છા થઈ જાય છે, લાંબી સારવાર પછી ધીમે ધીમે ડર ઘટયો છે. બે ત્રણ દિવસ પરેશાન રહ્યા બાદ કાલ્પનિક વિચારો કંટ્રોલ કરતાં શીખ્યો છે. તબીબોનું કહેવું છે કે, ઈન્ટરનેટ પર માહિતી મેળવવા કરતાં તબીબી સલાહ આધારે આગળ વધવું જોઈએ, કારણ કે સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવીને લોકો નેગેટિવ વિચારો મગજમાં ઘર કરી લે છે.