ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

દમણમાં શરત જીતવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો, સ્વિમિંગ પુલમાં શ્વાસ રોકી રાખતાં મૃત્યુ

Text To Speech

દમણ, 5 માર્ચ: લોકો અવનવી શરત લગાવતા હોય છે. જેને જીતવા માટે લોકો કોઈ પણ હદ પાર કરી જતાં હોય છે અને જીવને પણ જોખમમાં મૂકે છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, મિત્રો સાથે ફરવા ગયેલા વલસાડના યુવકે શરત જીતવાની લ્હાયમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વધુ વખત પાણીમાં શ્વાસ રોકી રાખવાની શરતમાં યુવકનું મૃત્યુ થયું હતું. વલસાડનો યુવક પ્રકાશ પટેલ મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો.

વલસાડનો યુવક પ્રકાશ પટેલ 1લી માર્ચે પોતાના મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો. દમણમાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાયા હતા, જ્યાં ત્રણ મિત્રો વચ્ચે શરત લાગી હતી કે, સ્વિમિંગ પુલમાં કોણ વધુ સમય સુધી શ્વાસ રોકીને ડૂબકી લગાવી શકે છે. ત્યારે લાંબા સમય સુધી પ્રકાશ પટેલ નામનો યુવક બહાર ન આવતાં મિત્રોએ તેને બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો.

જોકે આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મિત્રો સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. આ દરમિયાન યુવક અચાનક ડૂબી જાય છે અને તેના મિત્રો તેને બહાર કાઢીને સી.પી.આર. આપે છે, પરંતુ ઘણું મોડું થઇ ગયું હોય છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો….અકસ્માતની ગોઝારી ઘટના: કચ્છના સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર 7 વાહનો વચ્ચે અકસ્માત

Back to top button