ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કૉલ ઉપાડ્યો અને…

સુરત, 18 સપ્ટેમ્બર, ડિજિટલ યુગમાં ફ્રોડ પણ ડિજિટલ થઈ ગયાં છે. સાયબર આરોપીઓને રોકવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. મોટી સંખ્યામાં આરોપીઓને પકડીને જેલ ભેગા પણ કર્યાં છે. પરંતુ તેમ છતાં આરોપીઓ સુધરતા નથી. હાલમાં હરિફાઈના યુગમાં લોકોને પૈસાની વધુ જરૂર પડતી હોવાથી પૈસાના ચક્કરમાં એવા કામ કરી બેસે છે જે લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે,. તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના એક યુવાનને અજાણ્યા નંબર પરથી WhatsApp પર વીડિયો કોલ કરીને યુવકના બીભત્સ વીડિયોકેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઈસમો યુવકને બ્લેકમેલ કરતા હતા. જેનથી કંટાળીને યુવકે પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

સ્માર્ટફોનનો ઉપયોગ દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે સ્માર્ટફોન યુઝર્સ માટે સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. ફ્રેન્ડશીપ અને સોશિયલ મીડિયા કલ્ચરના કારણે અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવી લેવાનું ગંભીર પરિણામ એક યુવકે ભોગવ્યું છે. સુરતના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક યુવકના ફોનમાં 9 સપ્ટેમ્બર 2024ના રોજ કેટલાક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા અને જેમાં WhatsAppની એક પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો અને મહિલાનું નામ પરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારબાદ WhatsApp તેમજ અન્ય એપ્લિકેશન અને માધ્યમથી આ યુવકના બીભત્સ વીડિયો કેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઈસમો યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હતા. જેનાં લીધે યુવકે આ પગલું ભર્યું હતું.

પોલીસ ટેકનિકલ તપાસ હાથ ધરી
કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જે આઈડી પરથી યુવક વાત કરતો હતો તે આઈડી રાજસ્થાનના અલવર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ કરવા માટે પહોંચી હતી. કતારગામ પોલીસની ટીમ દ્વારા અલગ અલગ વેશ ધારણ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે આરોપી જે જગ્યા પર રહેતો હતો તે સેન્સિટિવ વિસ્તાર હતો અને આ વિસ્તારમાંથી અલગ અલગ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા આ બાબતે રાજસ્થાન પોલીસની મદદ લેવામાં આવી હતી અને. પોલીસની આ મહેનત રંગ લાવી અને પોલીસે આરોપીનું લોકેશન મેળવી આરોપીના સરનામા પર પંહોચી સ્થાનિક પોલીસની મદદથી બે આરોપીને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીમાંથી એક સગીર છે અને બીજો આરોપી બરકત ખાન 38 વર્ષનો છે.

જાણો સમગ્ર મામલો
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્તિઓનો સંપર્ક નંબરની માહિતી મેળવવામાં આવતી હતી. ત્યારબાદ આ વ્યક્તિઓના મહિલાના નામથી વાત કરી વીડિયો કોલ કરાવવામાં આવતો હતો. સામેવાળી વ્યક્તિ વીડિયો કોલ રીસીવ કરે ત્યારે અન્ય ફોનમાં ન્યુડ મહિલાના વિડીયો કેમેરા પાસે રાખી બતાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવતું હતું અને આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી તે વ્યક્તિને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને ત્યારબાદ વિડીયો વાયરલ ન કરવા પૈસા પડાવવામાં આવતા હતા. જેથી કંટાળી યુવકે આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો…Video: ભાવનગરમાં દર્દીના સગાએ ડૉક્ટર ઉપર કર્યો હિચકારો હુમલોઃ જાણો શું કારણ હતું?

Back to top button