સુરતના એક યુવકને બાઇક પર સ્ટંટ કરવો પડ્યો ભારે,વિડીયો વાયરલ થતા યુવકની કરાઈ ધરપકડ
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો ગમે તે કરાવા તૈયાર હોય છે આજકાલ લોકો પોતાના જીવના જોખમે રીલ બનાવતા હોય છે. તેઓ રીલ બનાવવાના ચક્કર માટે ઘણા ખતરનાક સ્ટંટ પણ કરતા હોય છે.આવી જ એક સુરતની ઘટના સામે આવી છે.સુરતના બે યુવકોને રીલ બનાવી ભારે પડી છે.
બ્રિજ પર તેનો રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ આરોપીઓને શોધવાનું શરૂ કર્યું અને શોધખોળ બાદ પોલીસે બે યુવકોની ધરપકડ કરી.પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
રીલ્સના ચક્કરમાં બાઇક પર જોખમી સ્ટંટ#reels #viralvideos #police #suratpolice #bikestunts #youth #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/cziN8hM8ie
— Hum Dekhenge News (@humdekhengenews) July 21, 2023
બંને મિત્રએ એક જ બાઈક પર વારાફરતી જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા.જે વિડીયો પોલીસ સુધી પણ પહોંચ્યો અને જે બાદ સુરત પોલીસે બંનેની ધરપકડ કરી હતી.બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસ ફરી એ જ ઓવર બ્રિજ પર પહોંચી હતી જ્યાં આ લોકોએ બાઇક પર સ્ટંટ કરતા વીડિયો બનાવ્યો હતો.
પોલીસે પકડેલા એક વ્યક્તિનું નામ ધીરજ વિક્રમસિંહ ચૌહાણ છે જ્યારે બીજાનું નામ કિશોરભાઈ ધાનકા છે.આપણે જાણીએ છીએ કે રાજ્યમાં આવા બનાવો બને છે. અને દેખા દેખીના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે તપાસ કમિટીની કરી રચના, આ અધિકારીઓનો કરાયો સમાવેશ