ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના ન્યૂ જર્સીમાં ગાંધીનગરના યુવકે મહિલા મકાન માલિકની હત્યા કરી

Text To Speech
  • ચોંકાવનારી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો
  • યુવક 74 વર્ષની મહિલા મકાન માલિકની હત્યા અને લૂંટ કરી ભાગી ગયો
  • આરોપી યુવકને ન્યૂ જર્સી પોલીસે ઝડપી લીધો છે

અમેરિકાના ન્યૂ જર્સીમાં ગાંધીનગરના યુવકે મહિલા મકાન માલિકની હત્યા કરી છે. જેમાં એક ગુજરાતીએ જ ગુજરાતીની હત્યા કરી દેવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

ન્યૂ જર્સી પોલીસે યુવકને ઝડપી લીધો છે

અમેરિકાના ન્યૂ જર્સીના ઉપનગર પેરામાસમાં ગાંધીનગરના ભાડૂઆત યુવકે વડોદરાની 74 વર્ષની મહિલા મકાન માલિકની હત્યા અને લૂંટ કરી ભાગી ગયો હતો. યુવક મકાન માલિકના ડેબિટ કાર્ડમાંથી 4500 ડોલર (અંદાજે 3.80 લાખ રૂપિયા) બેન્કમાંથી ઉપાડી તેમની જ કાર લઈ ફરાર થઈ ગયો હતો. જોકે, ન્યૂ જર્સી પોલીસે યુવકને ઝડપી લીધો છે.

જાણો શું છે સમગ્ર ઘટના

વડોદરાના રીટા આચાર્ય પોતાના પતિના નિધન બાદથી છેલ્લા 10 વર્ષથી ન્યૂયોર્કના ટ્વીન સિટી ન્યૂ જર્સીમાં એકલા રહેતા હતાં. આ દરમિયાન ગાંધીનગરનો 24 વર્ષીય કિશન શેઠ વધુ અભ્યાસ માટે ન્યૂ જર્સીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા પહોંચ્યો હતો. જ્યાં તેનો રીટા આચાર્ય સાથે સંપર્ક થયો અને ગુજરાતી હોવાના કારણે રીટા આચાર્યે દોઢ વર્ષ પહેલાં તેને એક રૂમ ભાડે આપ્યો હતો. જોકે, તેણે ઘરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવતા રીટા આચાર્યે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેના કારણે યુવકને ગુસ્સો આવ્યો અને મહિલાની હત્યા બાદ લૂંટ કરીને ભાગી ગયો હતો.

આ પણ વાંચો: જુનાગઢના PI સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Back to top button