ડીસાના યુવકે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરતા અફરાતફરી
પાલનપુર: એક શખ્શે આ યુવક ક્યાં છે. તેવું પૂછતાં તેની ખબર ન હોવાનું કહેતા સાથે રહેલો અન્ય શખ્શે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જ્યારે બીજા એ ગાલ ઉપર થપ્પડ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પિસ્તોલમાંથી હવામાં બે- ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
ડીસાના નવાવાસ વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે વિકી મહેશભાઈ ઠાકોર શનિવારે રાત્રે પોસ્ટ ઓફિસ પાસે આવેલી તેમના કાકા નટવરભાઈ ઉર્ફે ચકાભાઇની દુકાને બેઠા હતા. ત્યારે અહીંના સિંધી કોલોની વિસ્તારમાં રહેતો કિશોર કાંતિલાલ લુહાર ઉર્ફે કે. કે. અને શાંતિનગરમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો અમૃતભાઈ રાવળ અને અજાણ્યા બે શખ્સો ત્યાં આવ્યા હતા. જ્યાં પ્રકાશ રાવળે કહ્યું કે સાગર ઠાકોર ક્યાં છે મારે એનું કામ છે ત્યારે પ્રદીપ ઠાકોરે મને ખબર નથી તેમ કહેતા ઉશ્કેરાઈ ગાલ ઉપર થપ્પડ મારી હતી. જ્યારે બહાર ઊભેલા કિશોરકુમાર કાંતિલાલ લુહારે તેની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં બે- ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ઓફિસના દરવાજા ઉપર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે પ્રદીપ ઠાકોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો :ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, જાણો બીજા ક્યા નેતાઓ પણ બન્યા મંત્રી ?