સગીર છોકરી 40 વર્ષની મહિલાની કાપલી લઈને વોટ આપવા પહોંચી, બોગસ વોટિંગનો આરોપ
- સંભલ લોકસભા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી 61.10 ટકા મતદાન થયું હતું
ઉત્તર પ્રદેશ, 8 મે: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગઇકાલે 7 મેના રોજ સમાપ્ત થઈ ગયું છે. ઉત્તરપ્રદેશની સંભલ લોકસભા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી 61.10 ટકા મતદાન થયું હતું, જે યુપીની 10 લોકસભા બેઠકોમાં સૌથી વધુ છે. આ દરમિયાન ભાજપે ટ્વિટર પર બોગસ મતદાનનો આરોપ લગાવતી એક પોસ્ટ શેર કરી છે. જેમાં સગીર છોકરી એક મહિલા સાથે પોલિંગ બૂથ પર પહોંચી, જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સ્લિપ આવી હતી એટલે વોટ આપવા આવી ગઈ. છોકરીએ જણાવ્યું કે, “તે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે.” બીજેપીએ દાવો કર્યો છે કે, “પ્રિસાઇડિંગ ઓફિસર શમીમ અહેમદ કુંડારકી વિધાનસભાના બૂથ નંબર 398 પર કથિત રીતે બોગસ વોટિંગ કરાવી રહ્યા છે. બૂથ પર એક સગીર છોકરી 40 વર્ષની મહિલાની વોટર સ્લિપ લઈને મતદાન કરવા પહોંચી હતી. ચૂંટણી પંચે આ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને યોગ્ય પગલાં લેવા જોઈએ.”
Shamli, Kundarki assembly constituency, Uttar Pradesh: A minor girl reached the Polling booth to vote in the name of a 40-year-old woman. Presiding officer Shamim Ahmed is accused of facilitating casting of fake votespic.twitter.com/mAYKrRuiR1
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 7, 2024
સપા અને કોંગ્રેસે પણ ગંભીર આક્ષેપો કર્યા
સંભલમાં વોટિંગ દરમિયાન કેટલાક એવા વીડિયો બહાર આવ્યા છે જેના પર સપા-કોંગ્રેસે પણ પ્રશાસન પર વિવિધ આરોપો લગાવ્યા છે અને ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ પણ કરી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું તેમને વોટ આપવાથી રોકવામાં આવી રહ્યા છે જ્યારે ઈન્ડિ એલાયન્સના ઉમેદવાર ઝિયાઉર રહેમાન બર્ક અને સહયોગી પક્ષના ઘટક પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આનો વિરોધ કર્યો ત્યારે વહીવટીતંત્ર દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો. કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ પણ કરી છે. યુપી કોંગ્રેસે પણ તેની પોસ્ટમાં વીડિયો શેર કર્યો છે.
આ પણ જુઓ: BSP સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ માટે લીધો મોટો નિર્ણય, જાણો શું