ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતલાઈફસ્ટાઈલહેલ્થ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતમાં સવા લાખ નાગરિકો દ્વારા થશે વિશ્વવિક્રમ

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી
  • સાંસદ  સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
  • પીએમ નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન કરશે
  • ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે

21 જુનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવિદેશમાં ઉજવણી કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વ વિક્રમ સર્જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. એટલુ જ નહિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: સુરતમાં સવા લાખ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વવિક્રમ સર્જશે hum dekhenge news

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, સવારે 6.00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે સવા લાખથી વધુ લોકો સહભાગી થશે. CM સવારે ૬.૩૦ કલાકે સુરતથી રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: સુરતમાં સવા લાખ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વવિક્રમ સર્જશે hum dekhenge news

PM મોદીનું દેશવાસીઓને સંબોધન

દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. તે ઉપરાંત મહાનુભાવોના હસ્તે પુસ્તક વિમોચન કર્યા બાદ યોગ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. સમગ્ર વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો, સાંસદો,ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાથી અસરગ્રસ્ત તાલુકાઓમાં આ કાર્યક્રમના આયોજન કરાયા નથી. આ તાલુકાઓના નાગરિકો સ્વૈચ્છિક રીતે યોગાભ્યાસમાં જોડાઈ શકશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: સુરતમાં સવા લાખ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઇ વિશ્વવિક્રમ સર્જશે hum dekhenge news

75 આઇકોનિક સ્થળોએ થશે યોગ દિવસની ઉજવણી

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે CMના સુદ્રઢ માર્ગદર્શન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 10 જેટલાં ઐતિહાસિક સ્થળો, 7 જેટલાં ધાર્મિક સ્થળો,17 જેટલાં પ્રવાસન સ્થળો, 33 જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને 8 તાલુકા મથકોના સ્થળની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વર્કિંગ વુમન હેલ્થી પ્રેગનન્સી માટે અપનાવે આ ટિપ્સ

Back to top button