શ્રમિકનો દીકરો એટલો મોટો ઈન્ફ્લ્યુએન્સર બન્યો કે પીએમ મોદીએ નોંધ લેવી પડી!
- અંકિત બૈયનપુરિયાની આજે ભારતની સૌથી પ્રભાવશાળી ફિટનેસ હસ્તીઓમાં ગણતરી થાય છે
નવી દિલ્હી, 24 નવેમ્બર: આપણે ઘણીવાર એ કહેવત સાંભળીએ છીએ કે, જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. અંકિત બૈયનપુરિયાનું નામ કેટલાક ખાસ ઉદાહરણોમાં આવે છે જે આ કહેવતને સાચી બનાવે છે. પોતાની મહેનત અને સમર્પણથી અંકિત બૈયનપુરિયાએ તે સ્થાન હાંસલ કર્યું છે જે તેના માટે ક્યારેય આસાન નહોતું. આજે આપણે અંકિત બૈયનપુરિયા પાસેથી જાણીશું કે, એક સામાન્ય માણસ બનવાથી લઈને આજે ભારતની સૌથી પ્રભાવશાળી ફિટનેસ હસ્તીઓમાં તેની ગણતરી થાય છે. આ પદ સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે.
View this post on Instagram
મજૂર પરિવારમાં થયો જન્મ
અંકિત બૈયનપુરિયાનો સંઘર્ષ બાળપણથી જ શરૂ થઈ ગયો હતો. મજૂરોના પરિવારમાં જન્મેલા અંકિતને તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં પણ સમસ્યા થતી હતી. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે ઘણા અજીબોગરિબ કામ કર્યા છે. તેમના માતા-પિતા દૈનિક વેતનને આધારે મજૂરી કરતા હતા, તેથી ક્યારેક તેમને કામ મળતું અને ક્યારેક કંઈ જ નહોતું. અંકિત બૈયનપુરિયાએ Zomato ડિલિવરી બોય તરીકે પણ કામ કર્યું છે, જેથી તે પોતાનું અને તેના પરિવારનું ભરણપોષણ કરી શકે.
જો કે, અંકિત બૈયનપુરિયાએ ફિટનેસ પ્રત્યેના તેના જુસ્સાને ક્યારેય ઓછો થવા દીધો નથી. ઇન્સ્ટાગ્રામે તેને આ પ્રવાસમાં ઘણી મદદ કરી અને તેને સોશિયલ મીડિયા પર ભારતના સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈન્ફ્લ્યુએન્સરમાંનો એક બનાવ્યો. ખૂબ જ ઓછા સમયમાં તેને ઈન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ મળી ગયા. અંકિત તેના રોજિંદા જીવન, સલાહ અને સ્વસ્થ રહેવાની પોતાની જર્ની વિશે વીડિયો બનાવે છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
જર્ની સરળ ન હતી
હરિયાણાના સોનીપતના બયાનપુરના પૂર્વ રેસલર અંકિત બૈયનપુરિયાની સફર ક્યારેય સરળ ન હતી. 2022માં, તેને એવી ઈજા થઈ કે જેના કારણે તેમની કારકિર્દી ખતમ થઈ શકે તેમ હતી. રેસલિંગ મેચ દરમિયાન તેનો ડાબો ખભા ડિસલોકેટ થઈ ગયો હતો. આ પછી, તેણે પોતાની આ ઇજાનો આપત્તિમાં અવસરની તરીકે ઉપયોગ કર્યો અને લોકો સાથે તેની રિકવરી જર્ની શેર કરવાનું શરૂ કર્યું.
અંકિતે એન્ડી ફ્રિસેલાની ’75 ડેઝ હાર્ડ ચેલેન્જ’ સાથે નવી જીવનશૈલી અપનાવી. આ અંતર્ગત તેણે પોતાની દિનચર્યા લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું. તે પોતાની પોસ્ટ પર સેલ્ફી, કડક આહાર, દૈનિક વાંચન, હાઇડ્રેશન અને આઉટડોર વર્કઆઉટની વિગતો શેર કરતો રહ્યો. આ કારણે, ધીમે-ધીમે તે માત્ર પોતાના રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર ભારત અને તેની બહારના લોકોને પણ ગમવા લાગ્યો.
વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
અંકિતની સફર ક્યારેય સરળ ન હતી, તેના કામની સાથે તે દરરોજ વીડિયો પણ બનાવતો હતો. તેમની મહેનત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આવી અને તેમણે સ્વસ્થ ભારત અભિયાન દરમિયાન બૈયનપુરિયાના વખાણ કર્યા. આ સાથે Zomato CEO દીપેન્દ્ર ગોયલે પણ સોશિયલ મીડિયા પર બૈયનપુરિયાની સફર પર ધ્યાન આપ્યું અને કહ્યું કે, આવનારા સમયમાં અંકિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મનો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.
આ એવોર્ડથી કરવામાં આવ્યો સન્માનિત
આ વર્ષે, અંકિતને ફિટનેસ સમુદાય પર અસર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સમાં વડાપ્રધાન મોદી દ્વારા તેમને બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટરનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેના માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.
આ પણ જૂઓ: થોડાક જ સમયમાં વેચાઈ ગઈ ટિકિટો, આ તારીખે મુંબઈમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ