ભસી શકે એવા કાર્યકરને બૂથ સોંપવું જોઈએઃ મલ્લિકાર્જુન ખરગેએ ભાંગરો વાટ્યો
નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી : કોંગ્રેસે આજે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીએ બધાને બરબાદ કરી દીધા છે. જેમ શ્વાન ખરીદતી વખતે તે યોગ્ય રીતે ભસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે તેવી જ રીતે મોટેથી ભસી શકે એવા કાર્યકરોને બૂથનું કામ સોંપવું જોઈએ.
રાહુલ ગાંધી બંધારણ માટે લડી રહ્યા છેઃ ખરગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ન્યાય સંકલ્પ રેલીમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવા ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા અત્યાચાર સામે લડી રહ્યા છે. જો તમે આ યુદ્ધ હારી જશો તો તમે મોદીના ગુલામ બની જશો. પીએમ મોદી આ દેશના લોકોને ગુલામીમાં નાખી દેશે. આજે દેશમાં 30 લાખ નોકરીઓની જગ્યા ખાલી છે. પરંતુ, ત્યાં એસસી, એસટીના લોકો આવશે એટલે આ જગ્યાઓ ભરવામાં આવતી નથી.
પલ્ટુ રામ પલ્ટુ કુમાર બન્યા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધતા ખરગેએ કહ્યું કે બિહારમાં પણ આવું જ થયું છે. પહેલા બંને એકબીજાને કોસતા હતા, તેઓ (નીતીશ કુમાર) સમાજવાદ વિશે ઘણી વાતો કરતા હતા, પરંતુ તેમણે પણ પલટી મારી દીધી. હવે તે પલ્ટુ રામને બદલે પલ્ટુ કુમાર બની ગયા છે અને પીએમ મોદીને પણ આ જ આદત છે. તેઓ વાત નથી કરતા, પરંતુ અંદરથી મારી નાખે છે. તે મો માં રામ અને બગલમાં છુરી લઈને ચાલે છે.
મોદીએ કર્યો સત્યાનાશ
ખરગેએ ન્યાય સંકલ્પ રેલીમાં વધુમાં કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ એ માત્ર પીએમ મોદીનું સૂત્ર છે, પરંતુ તેમણે બધાનો સત્યાનાશ કરી નાખ્યો છે. સાથે જ કહ્યું કે, જેમ કૂતરો ખરીદતી વખતે તે યોગ્ય રીતે ભસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે તેવી જ રીતે ભસવા વાળા કાર્યકરોને બૂથનું કામ સોંપવું જોઈએ.
जिस पार्टी का अध्यक्ष अपने संगठन की सबसे मज़बूत और महत्वपूर्ण कड़ी “बूथ एजेंट” को “कुत्ता” बनाकर उसका टेस्ट लेना चाहता है तो उस पार्टी की दुर्गति होनी तय ही है।
शर्मनाक। pic.twitter.com/O7UdO0rJvl
— Amit Malviya (@amitmalviya) February 3, 2024
ખરગેનું નિવેદન શરમજનક છેઃ અમિત માલવિયા
તે જ સમયે, આ મામલે બીજેપી આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ખરગેના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનો વીડિયો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ Xપર શેર કરીને લખ્યું કે,જે પક્ષના પ્રમુખ તેમના સંગઠનની સૌથી મજબૂત અને મહત્ત્વની કડી, “બૂથ એજન્ટ”ને “કૂતરો” બનાવીને તેની પરીક્ષા લેવા માંગે છે, આવા પક્ષની દુર્ગતિ થવી નિશ્ચિત છે.
આ પણ વાંચો : ભારતરત્નની ઘોષણા બદલ એલ.કે. અડવાણીએ આપ્યો પ્રતિભાવ, જાણો શું કહ્યું?