શ્રાવણમાં વર્ષો બાદ અદ્ભુત સંયોગ, આ ત્રણ રાશિ માટે શુભ સમય
- 19 જુલાઇના રોજ અધિક શ્રાવણ શરૂ થશે
- 16 ઓગસ્ટના રોજ પુરષોત્તમ માસ સમાપ્ત થશે
- નિજ શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરૂ થઇને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે
શ્રાવણનો મહિનો પોતાની સાથે એક દુર્લભ અને શુભ યોગ લઇને આવશે, જે ત્રણ રાશિઓની ધન અને સમૃદ્ધિમાં વધારો કરશે.આ વર્ષે હિંદુ પંચાગ અનુસાર શ્રાવણમાં દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેનો લાભ અનેક રાશિના જાતકોને મળશે. આ વર્ષે શ્રાવણ 59 દિવસનો હશે. આ વર્ષે શ્રાવણમાં કુલ 8 સોમવાર હશે.
ક્યારથી શરૂ થશે શ્રાવણ માસ?
19 જુલાઇના રોજ અધિક શ્રાવણ શરૂ થશે અને 16 ઓગસ્ટના રોજ તે સમાપ્ત થશે. ત્યાર બાદ નિજ શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરૂ થઇને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.
શ્રાવણ માસમાં દુર્લભ સંયોગનો આ રાશિઓને લાભ
શ્રાવણ મહિનામાં ધન, તુલા અને મીન રાશિના લોકો જીવનમાં સકારાત્મક બદલાવનો અનુભવ કરશે. આ રાશિના જાતકોને ભગવાન શંકરની કૃપા મળશે.
ધન રાશિ
શ્રાવણમાં ધન રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ રહેશે. તેઓ જીવનમાં સકારાત્મકતાનો અનુભવ કરશે. તમે તમારા પ્રયાસોમાં સફળતા મેળવશો. કોઇ પણ વૈવાહિક પરેશાની દુર થશે અને એક મહત્ત્વપુર્ણ પ્રોજેક્ટ તમારી સામે આવશે. તમને પ્રોફેશનમાં સફળતા મળશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકો માટે શ્રાવણ શુભ સમય લાવશે. તમારા સપના હકીકતમાં બદલાશે. નોકરીના સારા અવસર તમારા દરવાજા પર દસ્તક આપી શકે છે. વેતન વૃદ્ધિ અને તમારી ઉર્જાના સ્તરમાં ઉછાળાની પ્રબળ સંભાવનાઓ છે. ભગવાન શિવની તમારી પર વિશેષ કૃપા રહેશે, આ કારણે તમારા કાર્યો સફળતાપુર્વક પુરા થશે. શ્રાવણનો સોમવાર કરવાથી તમને લાભ થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શ્રાવણનો પવિત્ર મહિનો અનુકુળ સાબિત થશે. તમારા તમામ સપના સાચા પડશે. ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. જો તમે વિદેશ યાત્રા માટે ઉત્સુક છો તો બની શકે છે કે તમારી ઇચ્છાઓ પુરી થશે. આ ઉપરાંત જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હશો તો શ્રાવણનો મહિનો બેસ્ટ છે. તમારુ સપનું પુરુ થઇ શકે છે. કરિયર માટે સારા અવસર મળશે અને સફળતા તેમજ સમૃદ્ધિનો અનુભવ થશે.
આ પણ વાંચોઃ કિયારા અડવાણી ની પ્રેગ્નન્સી ના સમાચારે ખેંચ્યું લોકોનું ધ્યાન, કાર્તિક આર્યને શેર કરી તસવીર