અમદાવાદઃ કાલુપુર સ્ટેશન પર ચાલતી ટ્રેેનમાં ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો, RPFની મહિલા કોન્સ્ટેબલે આ રીતે જીવ બચાવ્યો
ચાલતી ટ્રેનમાં ચડતી કે ઉતરતી વખતે દુર્ઘટનાઓ ઘટતી હોય છે, અને દેવદૂત બનીને કોઈ તેનો જીવ બચાવી લે છે. આવી ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ છે. ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસ્યો હતો. ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાનો જીવ RPFની લેડી કોન્સ્ટેબલે અજીબોગરીબ રીતે બચાવ્યો હતો. આ બનાવ અંગેના CCTV ફુટેજ હાલ સામે આવ્યા છે.
ચાલતી ટ્રેનમાં ચડવું પડ્યું ભારે …….#TRAIN #railway #Gujaratinews #Gujarat #humdekhengenews pic.twitter.com/d58ALjDsey
— Hum Dekhenge News (@humdekhengenews) July 14, 2022
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ હતી. ત્યારે કોચ નંબર 3 માં એક મહિલા પેસેન્જર દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા પગ લપચી જતા મહિલા ઢસડાઈ પડી હતી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં મહિલા ફસાઈ જતા જ મહિલા કોન્સ્ટેબલની નજર પડતા તે તાત્કાલિક દોડીને મહિલાને ખેંચી લીધી હતી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. આ મહિલા કોન્સ્ટેબલનું નામ મંદાકિની પરમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા પેસેન્જરની ઉંમર અંદાજિત 37 વર્ષની આસપાસ છે અને તે મધ્યપ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં મહિલાને કોઈ ઈજા થઈ નથી.
મહત્વનું છે કે, કાલુપુર રેલવે સ્ટેશન સ્ટેશન પર બનેલી આ ઘટના CCTVમાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રેન ઉપડી ગઈ છે અને તેને પકડવા માટે બે મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે. ત્યારે એક મહિલાનો પગ ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે લપસી જાય છે. મહિલાનો પગ લપચી જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય છે. પરંતુ સદનસીબે તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી રેલવે પોલીસ ફોર્સની મહિલા કર્મચારી મંંદાકિની પરમારે તેને ખેંચી લીધી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. ફરી એક વાર પોલીસની સતર્કતાના કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો.