જૂનાગઢ મકાન દુર્ઘટનામાં પતિ અને બે પુત્ર ગુમાવનાર મહિલાએ એસિડ ગટગટાવ્યું, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો
ગત સોમવારે એટલે કે, 24 જુલાઈ 2023ના રોજ જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક લોકો દટાયા હતા. જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા હતા.આ આ દુર્ઘટનામાં બે પુત્રો અને પતિનું મોત નીપજતા આઘાતમાં પત્નીએ એસિડ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પરિજનો દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ન્યાયની માંગ સાથે આઘાતમાં પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પતિ અને પુત્રોના મોતના આઘાતમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,ગત સોમવારે કડિયાવાડ શાક માર્કેટ નજીક એક જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી.જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યા ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા પર પડતા ત્રણેય દટાઈ ગયા હતા.કાટમાળમાં દટાઈ જવાથી ચાર લોકોના મોત નીપજ્યા હતા. બાદમાં શોધખોળમાં સંજયભાઈ ડાભી(ઉ.વ.33), દક્ષ ડાભી (ઉ.વ.7), અને તરૂણ ડાભી(ઉ.વ.13)ના મૃતદેહો મળી આવ્યા હતા. આ બનાવના સમયે સંજ્યભાઈની પત્ની મયુરીબેન શાક માર્કેટમાં ગયા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જો કે, એકાએક ઈમારત ધરાશાયી થતા પતિ અને પુત્રોના મૃતદેહ જોઈ મયુરીબેન આઘાતમાં સરી પડ્યા હતા. તેમની તબિયત ખરાબ થઈ જતા તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેને રજા આપવામાં આવતા ઘરે લાવવામાં આવ્યા હતા.ઘરે આવ્યા બાદ પણ મયુરીબેનને પરિવારના સભ્યો ગુમાવવાના આઘાતથી લાગી આવતા તેમણે એસિડ ગટગટાવ્યું હતું.જેથી તેમને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ પણ વાંચો : કાર સ્ટંટ વિડીયો બાદ ગુજરાત યુનિ. એક્શનમાં, બિનજરૂરી અને રિલ્સ બનાવવા આવનારાઓના પ્રવેશ પર રોક
પરિજનોએ કર્યા ગંભીર આક્ષેપ
જો કે, આ મામલે પરિજનોએ આક્ષેપ કર્યો છે કે,તેઓએ આ અંગે ન્યાયની માંગ કરી હતી.મનપા કમિશનર ઉપર 304ની કલમ ઉમેરવાની પરિજનો દ્વારા માંગ કરવામાં આવી હોવા છતાં આ કમલ ઉમેરવામાં આવી ન હતી. જેના કારણે મયુરીબેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સાથે જ જો હજી પણ ન્યાય નહિ મળે તો પરિવારના તમામ સભ્યો મરવા તૈયાર છીએની ચિમકી પણ ઉચ્ચારી છે. મહત્વનું છેકે, આ ઘટનામાં એક ચાની લારીધારક વૃદ્ધનું પણ મોત થયું છે.
આ પણ વાંચો : ‘ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી’ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ