ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના,કાર ચાલકે 7 લોકોને અડફેટમાં લેતા એક મહિલાનું મોત

Text To Speech

જામનગર શહેરમાં વિજયાદસમીની મોડી રાત્રે એક કાર ચાલકે સાત લોકોને હડફેટમાં લેતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે,જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરમાં મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી જે બાદ કાર ચાલક તરત જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં સાત લોકો કાર ચાલકની અડફેટે આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં એક મહિલાનું મોત નીપ્જયુ છે, તેમજ અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના
મળતી માહિતી અનુસાર જામનગરના દરેડ નજીક મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 7થી વધુ લોકોને દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક અડફેટે લીધા હતા. આશંકા છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો. જે સાત લોકોને અડફેટે લઇને ફરાર થઇ ગયો છે. ભાગવામાં આ કારની સ્પીડ વધી જવાના કારણે આશીર્વાદ રિસોર્ટ પાસે i20 કાર પલટી મારી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી કાર મળી આવી છે જ્યારે ચાલક ફરાર થઇ ગઇ છે.

આલીબેન નામના મહિલાનું મોત
આ અકસ્માતમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યું છે. હાલ ઘાયલોમાંથી પણ બે લોકોની હાલત નાજુક ગણવામાં આવી રહી છે. અકસ્માત સર્જી કારચાલક નશામાં ધૂત ત્રણથી ચાર કિલોમીટર સુધી કાર લઈને પલાયન થયો હતો હતી. હાલ પોલીસે સીસીટીવી અને પૂછપરછ કરીને કાર ચાલકની તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો : મુંબઈમાં એક સાથે ચાર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, 5ના મોત, અનેક ઈજાગ્રસ્ત, 3 ગંભીર

Back to top button