ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

3 બાળકો સાથે જાન લઈને પ્રેમીના ઘરે પહોંચી મહિલા, લગ્ન કરવાની કરી જીદ, પછી શું થયું?

  • ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો પ્રકાશમાં
  • એક પરિણીત મહિલા ત્રણ બાળકો સાથે જાન લઈને તેના પ્રેમીના ઘરે પહોંચી અને કરવા લાગી લગ્નની જીદ

ઉત્તર પ્રદેશ, 29 જૂન: સોનભદ્ર જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણ બાળકોની પહેલેથી જ પરિણીત માતા શુક્રવારે બેન્ડ-બાજા સાથે જાન લઈને તેના કથિત પ્રેમીના ઘરે પહોંચી હતી અને તેની સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી હતી. પરિણીતાએ જણાવ્યું કે યુવક નવ વર્ષથી તેનું બ્લેકમેલિંગ અને શારીરિક શોષણ કરતો હતો. દુલ્હનના પોશાકમાં સજી ધજીને આવેલી પરણીત મહિલાની સાથે અન્ય લોકો પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. આ ઘટના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. પોલીસે બંને પક્ષોને બોલાવી પોલીસ સ્ટેશનમાં ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિણીત મહિલાએ જણાવ્યું કે યુવક તેનું લગ્ન કરવાના બહાને શારીરિક શોષણ કરતો હતો અને પછી તેનો વીડિયો બનાવીને તેના પતિને મોકલી દીધો હતો. વીડિયો જોયા પછી તેના પતિએ તેને છોડી દીધી. મહિલાએ જણાવ્યું કે તેની ઓળખાણ 2015માં આ યુવક સાથે થઈ હતી. ત્યાર બાદ બંને નજીક આવ્યા અને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. યુવકે તેની સાથે વિંધ્યાચલમાં લગ્ન પણ કર્યા હતા અને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.

પરિણીત મહિલા છેલ્લા 25 દિવસથી ન્યાય માટે ભટકી રહી છે

પરિણીત પ્રેમિકાએ જણાવ્યું કે તેણે છેતરપિંડી કરીને તેનો વીડિયો બનાવ્યો અને તેને તેના પતિ અને ભાઈને મોકલવાની ધમકી આપીને હેરાન કરવાનું શરૂ કર્યું. યુવકની હરકતોથી તેનું ઘર બરબાદ થઈ ગયું. હવે તે તેની પાસે આવી છે ત્યારે યુવક તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે. તે છેલ્લા 25 દિવસથી ન્યાય માટે ભટકી રહી છે.

પહેલા રાયપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી. સુનાવણી ન થતાં એસપીને ફરિયાદ કરી. ત્યાં પણ કોઈ કાર્યવાહી ન થતા મહિલા પોતે 3 બાળકો સાથે બેન્ડ – બાજા સાથે દુલ્હન બનીને યુવકના ઘરે જ પહોંચી ગઈ અને સીધો જ અંદર પ્રવેશ કરી લીધો. પરિણીત મહિલાના ત્યાં પહોંચતાની સાથે જ યુવક ત્યાંથી ઘર છોડીને ભાગી ગયો હતો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અહીં જૂઓ વીડિયો:

 

પીડિત પરિણીતાએ કહ્યું, “હું બેન્ડ – બાજા લઈને એટલા માટે આવી છું કે મને સંદીપ 9 વર્ષથી રાખતો હતો. તેણે વિંધ્યાચલમાં મારી સાથે લગ્ન પણ કર્યા અને લગ્નના બહાને વીડિયો બનાવ્યો. ત્યારબાદ વીડિયોની ધમકી આપીને સંબંધ પણ બાંધ્યા. ત્યાર પછી સતત પરેશાન કરતો રહ્યો. જ્યારે મેં રાયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો સંદીપે લગ્નની ખાતરી આપી. હવે તે કહી રહ્યો છે કે તે લગ્ન નહીં કરે. મેં એસપીને પણ ફરિયાદ કરી હતી. મને છેલ્લા 25 દિવસથી અહીંથી ત્યાં દોડાવવામાં આવી રહી છે. મારે ન્યાય જોઈએ છે. સંદીપે જે રીતે મારું સુસ્થાપિત ઘર તોડ્યું છે, હવે હું ઈચ્છું છું કે તે મારી સાથે રહે અને મારું ઘર વસાવે.”

આ પણ વાંચો: ડૉક્ટરોની ઘોર બેદરકારી: થાણેમાં બાળકના પગની જગ્યાએ કરી પ્રાઈવેટ પાર્ટની સર્જરી

Back to top button