અટલ સેતુ પરથી આત્મહત્યા કરવા માટે મહિલાએ ઝંપલાવ્યું! પરંતુ મૃત્યુથી બચી ગઈ, જૂઓ વીડિયો
- એક મહિલા કેબમાં પહોંચી અને બ્રિજની વચ્ચે કાર રોક રેલિંગ પર ચઢીને આત્મહત્યા કરવા લાગી
મુંબઈ, 17 ઓગસ્ટ: મુંબઈના અટલ સેતુનો એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. આ પુલ પર એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. એક મહિલા કેબમાં અહીં પહોંચી અને બ્રિજની વચ્ચે કાર રોકી અને રેલિંગ પર ચઢીને આત્મહત્યા કરવા માટે દરિયામાં કુદવાનો પ્રયાસ કરવા લાગી, તે જ ક્ષણે કેબ ડ્રાઈવરે તેને પકડી લીધી. થોડીક સેકન્ડ બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોતાનો જીવ જોખમમાં મુકીને હિંમત દાખવીને રેલિંગ પર ચડીને મહિલાનો જીવ બચાવ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જુઓ અહીં વીડિયો
अटल सेतूवर थरारक घटना, महिलेने केला आत्महत्येचा प्रयत्न; वाहतूक पोलिसांच्या प्रसंगावधान आणि समयसुचकतेला सलाम- वाचा नेमके काय घडले#atalsetubridge https://t.co/IPSdOz3Fb7 pic.twitter.com/ehZdSIOBLr
— Maharashtra Times (@mataonline) August 16, 2024
મહિલાએ આત્મહત્યા કરવા માટે દરિયામાં કુદવા પડી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 56 વર્ષીય મહિલા રીમા મુકેશ પટેલ મુંબઈના મુલુંડની રહેવાસી છે. રીમાએ કેબ બુક કરાવી હતી અને અટલ સેતુની વચ્ચે પહોંચીને ડ્રાઈવરને કાર રોકવા કહ્યું. કારમાંથી નીચે ઉતર્યા બાદ રીમા પુલની રેલિંગ પર ચઢી. અટલ સેતુ પર વિવિધ સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આથી કંટ્રોલ રૂમનું ધ્યાન મહિલા પર પડ્યું.
આ પછી કંટ્રોલ રૂમમાં હાજર પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ટીમને જાણ કરી. માહિતી મળતાની સાથે જ ચાર પોલીસકર્મી તરત જ ઘટનસ્થળે જવા માટે નીકળી ગયા. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચવાના જ હતા કે મહિલાએ દરિયામાં છલાંગ લગાવી દીધી, પરંતુ કેબ ડ્રાઈવરે ઝડપથી મહિલાને એક હાથે પકડી લીધી. આ પછી પોલીસની ટીમ થોડી જ સેકન્ડોમાં પહોંચી ગઈ અને ચારેય પોલીસકર્મીઓ પુલની રેલિંગ પર ચઢી ગયાને કેબ ડ્રાઈવરની મદદથી મહિલાને બચાવી લીધી. સ્ત્રી ગૃહિણી છે. તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ જૂઓ: ડેમ પર મસ્તી કરી રહ્યા હતા ત્રણ મિત્રો, તળાવમાં પડી જતાં એકનું મૃત્યુ, ડૂબતાનો લાઈવ વીડિયો થયો વાયરલ