વર્લ્ડ

બિકિનીમાં મહિલા જોવા મળી તો લાગી શકે છે 40 હજારનો દંડ, આ ટૂરિસ્ટ પ્લેસ પર પોલીસ કરશે તપાસ

Text To Speech

એક પ્રખ્યાત પર્યટન સ્થળે બિકીની પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે. દંડ તરીકે, તેણે 40 હજારથી વધુ ચૂકવવા પડી શકે છે. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે.

મામલો ઈટાલીના દરિયાકાંઠાના વિસ્તાર પોમ્પેઈ અને નેપલ્સનો છે. ‘ડેઇલી મેઇલ’ના જણાવ્યા અનુસાર, અહીંના મેયરે એક આદેશ પસાર કર્યો છે, જે મુજબ, જો કોઈ બિકીની પહેરીને, શર્ટલેસ અથવા ઓછા કપડાં પહેરીને ‘અંગ પ્રદર્શન’ કરતા જોવા મળશે તો તેના વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે.

બીચના કિનારે રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ઓછા કપડા પહેરીને પર્યટન સ્થળે રજાઓ ગાળવા આવેલા લોકોએ ઓછા કપડા પહેરીને અશોભનિય વર્તન કરે છે. જેના કારણે લોકોને તકલીફ થાય છે, તેઓ અસ્વસ્થતા અનુભવે છે.

વાંચોઃ હોટનેસની મલિકાએ પિંક બિકિની પહેરી દરિયામાં આગ લગાડી, જુઓ સાક્ષી મલિકનો સેક્સી અંદાજ

ટૂરિસ્ટને ચેતવણી
મેયરે આ ફરિયાદની નોંધ લીધી હતી અને બીચ પર આવતા પ્રવાસીઓને ચેતવણી આપી હતી કે જો કોઈ ‘ટૂંકા કપડા’માં જો ‘અશિષ્ટ વર્તન’ કરતા જોવા પકડાશે તો તેને 425 પાઉન્ડ એટલે કે લગભગ 40 હજાર રૂપિયાથી વધુનો દંડ થઈ શકે છે.

Bikini
બીચના કિનારે રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ઓછા કપડા પહેરીને પર્યટન સ્થળે રજાઓ ગાળવા આવેલા લોકોએ ઓછા કપડા પહેરીને અશોભનિય વર્તન કરે છે

મેયરે જણાવ્યું હતું કે સ્થાનિકોને ડર છે કે પ્રવાસીઓની અવરજવર દરિયાકાંઠાના શહેરની “પ્રતિષ્ઠા” અને “જીવનની ગુણવત્તા” બગાડે છે. આવી સ્થિતિમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિકારીઓ રસ્તાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. જેઓ શર્ટલેસ અથવા સ્વિમવેરમાં જોવા મળશે તેમને દંડ કરવામાં આવશે.

એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે આ પર્યટન સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેઓ જે રીતે બીચ પર ફરે છે તેવી જ રીતે તેઓ શહેરના રસ્તાઓ પર પણ ફરે છે. આ કેટલાક કેટલાંક લોકોને સંકોચ થાય છે. ત્યારે ઘણા બીચ વિસ્તારોમાં આવા નિયમો પહેલાથી જ લાદવામાં આવ્યા છે.

Back to top button