વિસનગરની મહિલાએ મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવ્યું


પાલનપુર: કેટલા કલાકારો તેમને કરેલા અસામાન્ય કામોને લઈને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરતા હોય છે, આવું જ કંઈક વિસનગરના એક મહિલાએ કર્યું છે, વ્યવસાય શિક્ષક રહેલા આ મહિલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી નાનું 1.6 સેન્ટીમીટર નું ચિત્ર બનાવીને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
લંડનની હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
અવનવા ચિત્રો બનાવવાનો શોખ ધરાવતા વિસનગરના વતની અને વ્યવસાય શિક્ષક રહેલા મિતલબેન ચૌધરીએ હાથની આંગળીના નખ ઉપર 1.6 એટલે કે સૌથી નાનું ચિત્ર અંકિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ચિત્ર બનાવવા માટે તેમણે પેન્સિલ કે પેનનો ઉપયોગ કર્યો નથી, પરંતુ પીંછી વડે નાનકડા ચિત્રનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીનું આ સૌથી નાનું ચિત્ર બનાવી મિત્તલ બહેન ચૌધરીએ હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમને આ ચિત્ર તૈયાર કરવા બદલ મેડલ અને શીલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિતલબેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધર ટેરેસાનું પોર્ટ્રેટ અડધો કલાકમાં બનાવીને આ રેકોર્ડ સર્જ્યો હતો.
આ પણ વાંચો :‘ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો ગુનો નથી પણ..’, હર્ષ સંઘવીએ આપી ચેતવણી !