રાજકોટની મહિલા મૃતક સાપ લઈને હોસ્પિટલમાં પહોંચી કહ્યું- ‘સાહેબ, આ જ કરડ્યો હતો’
રાજકોટની શહેરની સિવિલ હોસ્પિટલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા મૃતક સાપ લઈને હોસ્પિટલ પહોંચી હતી અને ડોક્ટરને કહ્યું કે ‘ સાહેબ, આ સાપ મને ગઈકાલે રાતે કરડી ગયો હતો’ત્યારે મહિલાની આ હરકતથી ડોકટર પણ ચોકી ઉઠ્યા હતા.
મરેલો સાપ લઈ હોસ્પિટલ પહોંચી મહિલા
જાણકારી મુજબ આ મહિલાનું નામ દુર્ગાબેન ચૌહાણ છે. તેઓ રાજકોટના કોઠારિયામાં 25 વારિયા ક્વાર્ટરમાં રહે છે. તેઓએ જણાવ્યું હતુ કે તેઓ રાતે ઊંઘી રહ્યા હતા ત્યારે સાપ તેમની પથારીમાં ઘૂસી ગયો હતો. થી તેમણે તેને દૂર ભગાડતા તે ફ્રીઝ નીચે જઈને છુપાઈ ગયો હતો. તેમણે સાપ કરડ્યો તેનો ખ્યાલ નહોતો પરંતુ તેમણે શક જતા તેઓએ કડવો લીમડો ખાઈ જોયો તો તેમણે મીઠો લાગ્યો, તેમજ તેમણે મરી ખાય જોઈ તો પણ મીઠી લાગી જેથી તેમણે ખબર પડી કે તેમણે સાપ કરડ્યો છે. જેથી તેમણે ઘરમાં રહેલા સાપને મારી નાખ્યો અને આ મરેલા સાપને લઈને તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં સાપ લઈને આવવાનું આ કારણ જણાવ્યું
આ મહિલાએ સાપને લઈને હોસ્પિટલ આવવાનું કારણ જણાવતા કહ્યું હતુ કે તબીબ સાપને જોયા પછી નક્કી કરી શકે કે આ સાપ કરડ્યો હોય તો કેવી દવા આપવી. તેથી હું આ સાપને થેલીમાં લઈને આવી હતી. હોસ્પિટમાં આ મહિલા થેલીમાં સાપ લઈને આવતા ડોક્ટર સહિત અહી હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે ડોકટરે મહિલાની તાત્કાલિક સારવાર કરી હતી અને હાલ મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં કોંગ્રસ પક્ષના હોદ્દેદારોની કરાઇ વરણી, જાણો કોને ક્યું પદ સોપાયું