અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું થયુ મોત
- હોસ્પિટલની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો
- મૃતકના સગાઓએ હોસ્પિટલમાં હંગામો થતાં પોલીસ બોલાવાઈ હતી
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે
અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયુ છે. જેમાં મેઘાણીનગરની હોસ્પિટલમાં ઈન્જેક્શન અપાયા બાદ દર્દીનું મૃત્યુ થતાં હોબાળો થયો હતો. સોનલ હોસ્પિટલ નર્સિંગ હોમ્સ સામે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં પ્રસૂતિ માટે મહિલાને લવાઈ હતી. ત્યારે આ બનાવ બન્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી રાજ્યના જળાશયોમાં જાણો કેટલી થઇ પાણીની આવક
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે
હોસ્પિટલમાં હંગામો થતાં પોલીસ બોલાવાઈ હતી. તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. શહેરના મેઘાણીનગરમાં સોનલ હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ ખાતે 22 વર્ષીય મહિલાને પ્રસૂતિ માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈન્જેક્શન અપાયા બાદ મહિલાને ગભરામણ થવા લાગી હતી અને થોડીક જ વારમાં મોં અને નાકના ભાગેથી ફીણ નીકળવા માંડયું હતું. જોતજોતાંમાં મહિલાનું મોત થયું હતું.
આ પણ વાંચો: NHAIના અધિકારી લાંચ કેસમાં ભરાયા, તપાસમાં થયા મોટા ખુલાસા
હોસ્પિટલની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો
આ ઘટનાને લઈ મૃતક દર્દીના સગાએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો, મેઘાણીનગર ખાતે રહેતાં 22 વર્ષીય કોમલબહેનને ડિલિવરી માટે સોનલ હોસ્પિટલ- નર્સિંગ હોમ્સ ખાતે ખસેડાયા હતા, દર્દીના સગાએ કહ્યું કે, સવારે નવેક વાગ્યાના અરસામાં દાખલ કરાયા હતા. અલબત્ત, ઈન્જેક્શન આપ્યા બાદ તબિયત વધુ ખરાબ થઈ હતી, દર્દીને ગભરામણ થવાની સાથે થોડીક જ વારમાં ફીણ નીકળવા લાગ્યું હતું. તાત્કાલિક ડોક્ટરને ફરી બોલાવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સગાનું કહેવું છે કે, હોસ્પિટલની લાપરવાહીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સગાના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.