ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

પ્રેમી અને પતિ બંનેની સાથે રહેવાની જીદ પૂરી કરવા વીજળીના થાંભલા પર ચડી ગઈ મહિલા

  • ગોરખપુરમાં એક મહિલાના અનૈતિક સંબંધોનો ખુલાસો થતાં તે વીજળીના થાંભલા પર ચઢી ગઈ 
  • ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘણી જહેમત બાદ મહિલાને વીજળીના થાંભલા પરથી નીચે ઉતારી 
  • 3 બાળકોની માતાએ વીજળીના થાંભલા પર ચઢીને કહ્યું: હું પતિ અને પ્રેમી બંને સાથે રહીશ

ગોરખપુર, 4 માર્ચ: ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક અને વિચિત્ર ઘટના બહાર આવી છે, જ્યાં એક મહિલા તેના અવૈધ સંબંધનો ખુલાસો થતાં વીજળીના થાંભલા પર ચઢી ગઈ હતી. મહિલાને ત્રણ બાળકો છે અને તેનું છેલ્લા સાત વર્ષથી અફેર હતું. તેના પતિને આ વાતની જાણ થતાં જ તેણે વિરોધ કરવાનું શરૂ કર્યું. જે બાદ મહિલાએ આત્મહત્યા કરવાની પણ ધમકી આપવાનું શરૂ કર્યું. સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, મહિલાએ ઘણી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 

મહિલા દ્વારા અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો 

ફ્રી પ્રેસ જર્નલે સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, તેના પતિએ પાડોશી ગામના એક યુવક સાથેના તેના ગેરકાયદેસર સંબંધોને નામંજૂર કર્યા પછી મહિલાએ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક મહિના પહેલા, તેણે કથિત રીતે એક બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ મહિલાના પ્રેમીએ પણ રેલવે ટ્રેક પર પહોંચીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ બાદ, તાજેતરના કેસમાં, મહિલાને હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયર સાથે બાંધેલા વીજળીના થાંભલા પર ચડતી જોવા મળી હતી અને તેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પોલ પરથી નીચે ઉતરવાની ના પાડી રહી છે જ્યારે સ્થાનિક લોકો તેને સમજાવીને જમીન પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, પોલીસ પતિ-પત્ની અને પ્રેમી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

પતિએ તેની પત્નીની સમસ્યા વિશે પોલીસને જાણ કરી અને કહ્યું કે પ્રેમી તેની પત્ની સાથે રહેવા માંગે છે, જો કે, તેણી ત્રણ બાળકોની માતા હોવાને કારણે પારિવારિક કારણોસર પતિ તેને છોડવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો પિપરાચ વિસ્તારના કબડી રોડનો છે, જ્યાં 3 બાળકોની માતાએ પતિ હોવા છતાં એક યુવક સાથે પ્રેમમાં પડી ગઈ અને તેના પતિ તેમજ પ્રેમીને એક જ ઘરમાં રાખવાની જીદ કરવા લાગી, પત્નીને પતિએ ના પાડતાં ગુસ્સો આવી ગયો.તે વીજળીના થાંભલા પર ચઢી ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. મહિલા વીજળીના થાંભલા પર ચઢી ગઈ હોવાની માહિતી મળતા જ પોલીસ અને વીજળી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને ઝડપથી શાંત કરી પોલ પરથી નીચે ઉતારી હતી. હાલ મહિલા સુરક્ષિત છે.

આ પણ જુઓ: ઋષભ પંત પર પ્રતિબંધનો ખતરો! BCCIએ સમગ્ર ટીમને લાખોનો દંડ ફટકાર્યો, જાણો

Back to top button