જીત સાથે કાંગારુઓની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, પણ નક્કી કરશે ઈંગ્લેન્ડ
T20 વર્લ્ડ કપની 38મી મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે એડિલેડ ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન જ બનાવી શકી હતી અને તેને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે જીત મેળવી સેમિફાઇનલની પોતાની આશા જીવંત રાખી છે.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમિફાઈનલમાં : આયર્લેન્ડ સામે 35 રનેથી મેળવી જીત
રાશિદ ખાન જરા માટે ચૂક્યો
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 54 અને મિચેલ માર્શે 45 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નવીન-ઉલ-હકે 3 અને ફઝલહક ફારૂકીએ 2 વિકેટ લીધી હતી. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનને 1-1 સફળતા મળી હતી.જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 164 રન જ બનાવી શકી હતી. રાશિદ ખાને છેલ્લી ઓવરમાં 208.69 ની સ્ટ્રાઈક રેટથી 23 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. અફઘાનિસ્તાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રન બનાવવાના હતા, પરંતુ તેઓ માત્ર 17 રન જ બનાવી શક્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ઉપરાંત ગુલબદ્દીન નાયબે 39 અને રહેમાનુલ્લા ગુરબાઝે 30 રન બનાવ્યા હતા.
A narrow win for Australia keeps their net run rate in the negative! ????
If England beat Sri Lanka tomorrow, the hosts would miss a semi-final spot ????#T20WorldCup 2022 Standings ???? https://t.co/cjmWWRz68E#AUSvAFG pic.twitter.com/qCPzYznAz9
— ICC (@ICC) November 4, 2022
ગ્રુપ-1 નું સમીકરણ : ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડનાં ભરોસે
આ મેચમાં અફઘાનિસ્તાન હારી ગયુ હોવાથી શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. હાલ ઓસ્ટ્રેલિયાના પાંચ મેચમાં સાત પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડના પણ પાંચ મેચમાં સાત પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે ન્યુઝીલેન્ડના ઓસ્ટ્રેલિયા કરતા આગળ છે અને તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડ સામે જો શ્રીલંકા જીતે તેવી પ્રાર્થના કરવી પડશે.
જો ઈંગ્લેન્ડ જીતશે તો તેના સાત પોઈન્ટ્સ થશે અને તે વધુ સારા નેટ રન રેટના આધારે સેમિફાઈનલમાં પહોંચશે અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. જો લંકાની ટીમ આ મેચ જીતશે તો તે ઈંગ્લેન્ડને પછાડી દેશે તો શ્રીલંકાના ચાર મેચમાં ચાર પોઈન્ટ થશે અને ઈંગ્લેન્ડના હાલ પાંચ પોઈન્ટ છે. જો શ્રીલંકા જીતે તો પણ તેના છ પોઈન્ટ થઈ જશે અને તે ઓસ્ટ્રેલિયાના સાત પોઈન્ટને હોવાને લીધે ઓસ્ટ્રેલિયાના સેમિફાઈનલમાં પહોંચી જશે.