પત્નીએ પતિને મજાકમાં પણ ન કહેવી આ વાત, સંબંધોમાં પડી શકે તિરાડ
- નાજુક ડોર જેવો છે પતિ-પત્નીનો સંબંધ
- એકબીજાને દુઃખ થાય તેવી વાત ન કરો
- તમારા શબ્દોની પસંદગી વિચારીને કરો
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ કેવો હશે એ વાત બે વ્યક્તિઓની સમજદારી પર આધાર રાખે છે. આ સંબંધની ખાસ વાત એ છે કે તે જેટલો મજબૂત છે, તેટલો નાજુક પણ છે. તે નાની નાની બાબતો દ્વારા સુંદર બની શકે છે સાથે તુટી પણ શકે છે. તેથી, તે ખૂબ જ મહત્વનું છે કે પતિ-પત્ની તેમના શબ્દો અને કાર્યોને ખૂબ જ સમજી વિચારીને પસંદ કરે.
ખાસ કરીને એવી પત્નીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ જે તેમના હૃદયમાં રહેલી વાતને મજાકની મદદથી વ્યક્ત કરી દે છે. ભલે તમને તમારો ગુસ્સો બહાર કાઢવાની આ રીત ખૂબ જ અનુકૂળ લાગતી હોય, પણ આમ કરવાથી તમારા પતિ સાથેનો તમારો સંબંધ નબળો પડે છે. એવી કેટલીક ટિપ્સને ફોલો કરો જે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત રાખવા માટે જરૂરી છે અને પત્નીએ મજાકમાં પણ આવી વાત પતિને ન કહેવી જોઈએ.
મારી મા તારા વિશે સાચુ કહેતી હતી…
એમાં કોઈ શંકા નથી કે લગ્ન પછી દરેક છોકરી તેના સાસરિયાઓ અને પતિ વિશેની વાત તેની માતા સાથે ચર્ચે છે, પરંતુ આ વાતોને બધાની સામે કહેવાથી કરવાથી સંબંધ બગડે છે. ખાસ કરીને જો તમારી માતાએ તમારા પતિની વર્તણૂક વિશે કંઇક ખરાબ કહ્યું હોય, તો તે મજાકમાં પણ તમારા પતિને ન કહો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધો બગડે છે.
તમે મને કોઇ મોંઘી ગિફ્ટ આપી નથી
દરેક પુરુષ પોતાની પત્ની અને બાળકોને સારું જીવન આપવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં, બધી મહેનત કરવા છતાં, જ્યારે તેને તેની પત્ની પાસેથી સાંભળવા મળે છે કે તેણે આજ સુધી કોઈ મોંઘી વસ્તુ ખરીદી નથી અથવા કોઈ મોંઘી રેસ્ટોરન્ટમાં તમને ખવડાવ્યું નથી, તો તે ક્યાંક તૂટી જાય છે. પત્નીની આ ફરિયાદને વશ થઇને તે ક્યારેક ખોટા કામ કરવા પ્રેરાય છે.
જો મેં બીજા કોઇ સાથે લગ્ન કર્યા હોત તો મને રાણી બનાવીને રાખત
ઘણી વખત મહિલાઓ પોતાના પાર્ટનરને પોતાનું મહત્વ બતાવવા માટે આવા દાખલા આપે છે, જે પુરુષોને મજાકમાં પણ સાંભળવું ગમતું નથી. જો તમે વારંવાર તમારા પતિને કહો કે તમે તેની સાથે લગ્ન કરીને ભૂલ કરી છે અથવા તમે કોઈ અન્ય સાથે લગ્ન કરીને ખુશ થાત, તો તરત જ આ વાતો કરવાનું બંધ કરો. આ વાત પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પાડી શકે છે.
તમારો આખો પરિવાર આવો જ છે
બની શકે કે તમે તમારા સાસરિયાઓથી બહુ ખુશ ન હો પણ તમારા પતિને મજાકમાં અથવા દરેક વાતમાં એમ કહેવું કે તમારો પરિવાર આવો છે, તે ખોટું છે. કારણ કે તેમના પરિવાર વિશે ખરાબ વાતો સાંભળવી કોઈને ગમતી નથી, ખાસ કરીને જ્યારે તમે વારંવાર તે વાતોનું પુનરાવર્તન કરો છો, તો પતિ-પત્નીના સંબંધો પોલા બની જાય છે.
આ પણ વાંચોઃ શું હાર્ટ એટેક કોરોનાની રસીથી આવે છે? જાણો અહીં શું કહે છે આ નવું રિસર્ચ