ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

આખા વર્ષનો ગરમ મસાલો મિનિટોમાં કરો તૈયાર, દરેક વાનગી મહેંકી ઊઠશે

  • બહારના મસાલા ખરીદવા કરતા રસોઈનો સ્વાદ વધારતો ગરમ મસાલો મિનિટોમાં ઘરે જ બની જાય તો તેનાથી ઉત્તમ શું હોઈ શકે?

ભારતીય મસાલા અને તેજાના દેશ વિદેશમાં ફેમસ છે. એનઆરઆઈ જ્યારે સ્વદેશ આવે ત્યારે અહીંથી મસાલા ન લઈ જાય તો જ નવાઈ. જોકે બહારના મસાલા ખરીદવા કરતા રસોઈનો સ્વાદ વધારતો ગરમ મસાલો મિનિટોમાં ઘરે જ બની જાય તો તેનાથી ઉત્તમ શું હોઈ શકે? ગરમ મસાલા અનેક વાનગીઓમાં ખૂબ જરૂરી હોય છે. તેના વગર ભોજનનો સ્વાદ અધુરો છે. મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર ગરમ મસાલો ખરીદે છે, જ્યારે કેટલાક લોકોને ગરમ મસાલો ઘરે તૈયાર કરવો ગમે છે. ઘણા મસાલા મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલો ગરમ મસાલો શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે.

જો ગરમ મસાલો ઘરે તૈયાર કરવામાં આવે તો તેની શુદ્ધતાની ગેરંટી મળશે. વળી આખા વર્ષ દરમિયાન તેની સુગંધ એવી ને એવી જ રહેશે. તો જાણી લો ઝટપટ ગરમ મસાલો તૈયાર કરવાની ટિપ્સ

ગરમ મસાલો બનાવવા માટેની સામગ્રી

અડધો કપ જીરું, પા કપ વરિયાળી, એક ચમચી કાળા મરી, પા કપ ધાણા, જાવંત્રી બે ચમચી, શાહી જીરું એક ચમચી, બાદિયા બે, સૂંઠ પાવડર બે ચમચી, એક ચમચી ખાંડ, 15-20 નાની ઈલાઈચી, 4-5 મોટી ઈલાઈચી, 15-20 લવિંગ, એક જાયફળ, એક ચમચો તજ, તમાલપત્ર 8થી 10

આખા વર્ષનો ગરમ મસાલો મિનિટોમાં કરો તૈયાર, દરેક વાનગી મહેકી ઉઠશે hum dekhenge news

ગરમ મસાલો બનાવવાની રીત

ઘરે ગરમ મસાલો બનાવવો ખૂબ જ સરળ છે. તેને બનાવવામાં થોડી જ મિનિટો લાગે છે અને તેને સરળતાથી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગરમ મસાલો તૈયાર કરવા માટે, સૌપ્રથમ બધા મસાલા લો અને તેને સારી રીતે સાફ કરો. ત્યારબાદ દરેક વસ્તુને 12 કલાક માટે સૂર્યપ્રકાશમાં અલગ બાઉલમાં રાખો. આમ કરવાથી મસાલામાં રહેલ ભેજ દૂર થઈ જશે.

જો મસાલા વધુ ભેજવાળા હોય તો તેને 2 દિવસ સુધી તડકામાં સૂકવી શકાય છે. જ્યારે તમારે ગરમ મસાલો તૈયાર કરવો હોય, ત્યારે એક પેનમાં એક પછી એક બધા મસાલા નાંખો અને થોડીવાર મધ્યમ તાપ પર પકાવો. ધ્યાન રાખો કે મસાલો એટલો બધો ન શેકવો કે તેનો રંગ બદલાઈ જાય.

બધો મસાલો શેકાઈ જાય એટલે તેને મિક્સરમાં નાખો (સૂંઠ સિવાય). બારીક પાવડર તૈયાર ન થાય ત્યાં સુધી તમામ મસાલાને પીસી લો. આ પછી એક મોટા બાઉલમાં મસાલાને ગાળી લો. પછી પીસેલા મસાલામાં સુંઠ મિક્સ કરો. તૈયાર છે શુદ્ધ અને સ્વાદિષ્ટ ગરમ મસાલો. તેને સંપૂર્ણપણે ઠંડો થવા દો, પછી તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

આ પણ વાંચોઃ બાર મહિનાના મસાલા સ્ટોર કરી રહ્યા છો? તો ખાસ અપનાવો આ ટિપ્સ

Back to top button