અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ અંગેની ફરિયાદોના નિકાલ માટે વોટ્સઅપ નંબરની સુવિધા મળશે
- હવે CCRS ઉપરાંત વોટ્સ અપ નંબર પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફરિયાદો કરી શકાશે
- AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં નાગરિકોની ટેક્સ સંબંધિત ફરિયાદોનો ઝડપી નિકાલ થશે
- ઝોનની ટેકસ ખાતાની કચેરી તેમજ સબ ઝોનલ કચેરી ખાતે વોટ્સઅપ નંબરના બોર્ડ લગાવવામાં આવશે
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ અંગેની ફરિયાદોના નિકાલ માટે વોટ્સઅપ નંબરની સુવિધા મળશે. AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં નાગરિકોની ટેક્સ સંબંધિત ફરિયાદોનો ઝડપી નિકાલ થઈ શકે અને નાગિરકોને પડતી હાલાકી નિવારવાની નેમ સાથે તમામ ઝોનમાં વોટ્સ અપ નંબર શરૂ કરાશે.
આ પણ વાંચો: ગુજરાત હેલ્થ વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ તપાસવા લેબોરેટરી જ નથી
AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં નાગરિકોની ટેક્સ સંબંધિત ફરિયાદોનો ઝડપી નિકાલ થશે
નામ ટ્રાન્સફર, ખાલી- બંધનો લાભ, વધુ પડતી આકારણી ઓછી કરવા, ટેક્સ ઘટાડવા, મિલકતનો હેતુ વપરાશ અને ફેક્ટર, વગેરે મામલે AMC કચેરીઓના ધક્કા ખાઈને તથા વાંધા અરજીઓ કરીને થાકી અને કંટાળી ગયેલા શહેરીજનો હવે નવા વોટ્સ અપ નંબર પર પોતાની ફરિયાદો કરી શકશે. આ પ્રકારની ફરિયાદોને ધ્યાનમાં લઈને નિયત સમયમાં અરજીનો નિકાલ કેમ થયો નથી, ટેક્સ વિભાગે આપેલ જાવકનો 15 દિવસમાં ફરિયાદ દફતરે કરવા કે નિકાલ કરવામાં ન આવી હોવા અંગે અધિકારી અને કર્મચારીનો ખુલાસો માંગવામાં આવશે.
હવે CCRS ઉપરાંત વોટ્સ અપ નંબર પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફરિયાદો કરી શકાશે
AMC દ્વારા પાણી, ગટર, લાઈટ, ટેક્સ, વગેરે સેવાઓ માટે નાગરિકોને ફરિયાદ કરવા માટે CCRSમાં સુવિધ પૂરી પાડવામાં આવી છે. હવે CCRS ઉપરાંત વોટ્સ અપ નંબર પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફરિયાદો કરી શકાશે. આ હેતુસર અધિકારી- કર્મચારીને મોબાઈલ અને અલગ નંબર અપાશે તેમજ આ વોટ્સ અપ નંબર પર થનારી ફરિયાદોનું મોનીટરિંગ કરાશે. સાત ઝોન માટે સાત વોટ્સઅપ નંબર જાહેર કરાશે અને સામાન્ય નાગરિકોને જાણકારી આપવા માટે સાત ઝોનની ટેકસ ખાતાની કચેરી તેમજ સબ ઝોનલ કચેરી ખાતે વોટ્સઅપ નંબરના બોર્ડ લગાવવામાં આવશે. દરેક ઝોનમાં ટેક્સ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે લોક દરબારનું આયોજન કરાશે. આ વોટ્સઅપ નંબર ઉપર આવેલી ફરિયાદો જે તે ઝોનનાં ડે. એસેસર એન્ડ ટેકસ કલેક્ટરે જોઇને નિકાલ કરાવવાની રહેશે. રેવન્યુ કમિટીમાં દર મહિને કામગીરીની રેન્ડમ સમીક્ષા કરાશે.