હોટલના ત્રીજા માળેથી પડીને જાણીતા સિંગરનું અવસાન, હોલિવૂડમાં શોકનો માહોલ


HD ન્યૂઝ ડેસ્ક, 17 ઓકટોબર : હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વન ડાયરેક્શનના 31 વર્ષીય સિંગર લિયામ પેનનું અવસાન થયું છે. સિંગરનું હોટલના ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જતાં અવસાન થયું હતું. પોલીસે પોતાના એક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે પાલર્મોના પોશ વિસ્તારમાંથી ઈમરજન્સી સેવાઓ પર કોલ કરવામાં આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તે સમયે અમને લિયામ પેનનો મૃતદેહ મળ્યો.
કોન્સર્ટ માટે આર્જેન્ટિના ગયો હતો
લિયામ નાની ઉંમરમાં જ વન ડિરેક્શનનો ભાગ બની ગયો હતો અને તે ગ્રુપના મેઈન સોંગ લિરીક્સ રાઈટરમાંથી એક માનવામાં આવતો હતો. મીડિયા અહેવાલ અનુસાર, સિંગર અને ભૂતપૂર્વ વન ડાયરેક્શન બેન્ડ મેમ્બર લિયામ પેને નિઆલ હોરાનના કોન્સર્ટમાં હાજરી આપવા માટે આર્જેન્ટિના પણ ગયો હતો.
View this post on Instagram
હોટલમાં થઈ દુર્ઘટના
પોલીસે માહિતી આપી હતી કે આ દુર્ઘટના પાલેર્મોમાં કોસ્ટા રિકા સ્ટ્રીટ પરની એક હોટલમાં થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સિંગર ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં હતો. લોકોના જણાવ્યા અનુસાર, સિંગર સાથે આ પ્રકારની દુર્ઘટના થઈ ત્યારે તે પહેલા તે લોબીમાં ફરતો અને ગુસ્સામાં હોય તેવું લાગતું હતું. તે લેપટોપ તોડતો પણ જોવા મળ્યો હતો.
ડ્રગ્સ અને દારૂનો આદિ
વન ડાયરેક્શન બેન્ડ સ્ટાર લિયામ પેને 2021માં એવો ખુલાસો કર્યો હતો કે તે બેન્ડ સાથેના પ્રવાસ દરમિયાન અમુક દવાઓ અને આલ્કોહોલના વ્યસની બની ગયો હતો. એક ઈન્ટરવ્યૂમાં સિંગરે એવું કબુલ્યું હતું કે, મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારા મનમાં આત્મહત્યાના વિચારો પણ આવવા લાગ્યા હતા.
આ પણ વાંચો : રાધિકા આપ્ટે લગ્નના 12 વર્ષ બાદ પ્રેગ્નેન્ટ: રેડ કાર્પેટ પર દેખાયો બેબી બમ્પ, તસવીરો વાયરલ