આર્થિક સંકટમાં ફસાયેલા વિનોદ કાંબલીની મદદે આવ્યા જાણીતા ઉદ્યોગકાર
સચીન તેંડુલકર સાથે ક્રિકેટ કારર્કિદીની શરૂઆત કરનાર ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કાંબલીએ જણાવ્યું કે, તેની પાસે કામ નથી અને તેની પાસે પૈસા નથી. આ સમયે તેમનો એકમાત્ર આધાર BCCI તરફથી તેમને મળતું પેન્શન છે, જે વધારે નથી. આવી સ્થિતિમાં તેમના માટે 50 વર્ષની ઉંમરે પરિવાર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.
આ પછી કાંબલીની મદદ માટે જાણીતા ઉદ્યોગકાર સંદીપ થોરાટે વિનોદ કાંબલીને મહિને એક લાખ રૂપિયાના પગારે નોકરીની ઓફર આપી છે. તેને મુંબઈની સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીયલ ગ્રુપની ફાઈનાન્સ કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવી છે. વિનોદ કાંબલીએ 2019 ના કોચિંગ અસાઇનમેન્ટ પછી કોરોના સમયગાળા દરમિયાન કોઈ કામ કર્યું ન હતું. આવી સ્થિતિમાં વિનોદ કાંબલી આ નવી જોબ ઓફર સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.
સંદીપ થોરાટે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું
નોકરીની ઓફર આપતા ઉદ્યોગપતિ સંદીપ થોરાટે કહ્યું, મહારાષ્ટ્રમાં એક કરતાં વધુ સારા લોકો છે. પરંતુ શા માટે તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ? વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટને ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. આજે તેઓ એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે તેઓ પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ આપણા બધાની નિષ્ફળતા છે.
આ પણ વાંચો : CWGમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત દેસાઇએ શેર કરી પોતાની લાઈફસ્ટાઇલ,જાણો શું છે ફ્યુચર પ્લાન?
ભૂતકાળમાં પણ કાંબલીની મુશ્કેલીઓ હતી
આ પહેલા પણ વિનોદ કાંબલી એક કામ કરી ચુક્યા છે. તે નવી મુંબઈના નેરુલમાં સચિન તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમીમાં યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપતો હતો. પરંતુ તેને નેરુલ જઈને ક્રિકેટ શીખવવા માટે ઘરથી ઘણું દૂર જવું પડતું હતું. તેથી તેણે ત્યાં જવાનું બંધ કરી દીધું. આ અંગે માહિતી આપતાં તેણે એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે, ‘હું સવારે 5 વાગે ઉઠતો હતો. ડી.વાય. પાટીલ ટેક્સી પકડીને સ્ટેડિયમ જતો હતો. અનેક સમસ્યાઓ ઊભી થઈ. તે પછી મેં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સાંજે ક્રિકેટનું કોચિંગ શરૂ કર્યું.
પરિવારને BCCI ના પેન્શનનો ટેકો
આગળ વિનોદ કાંબલીએ કહ્યું, હું નિવૃત્ત ક્રિકેટર છું. હું સંપૂર્ણપણે BCCI પેન્શન પર નિર્ભર છું. બોર્ડ તરફથી મને જે પેન્શન મળે છે તે જ મારા જીવન નિર્વાહનો એકમાત્ર આધાર છે. આ માટે હું બોર્ડનો આભારી છું. જેના કારણે કોઈક રીતે મારો પરિવાર ટકી શક્યો છે.