ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના જાણીતા બિલ્ડરે પાંચ સ્કીમનો બારોબાર વહીવટ કરી છેતરપિંડી આચરી

  • અડધુ પેમેન્ટ આપ્યું હોવાનું દર્શાવીને 18.91 કરોડની ઉચાપત કરી
  • સંદીપ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ હતી
  • હાથીજણમાં પાંચ સ્કીમમાંથી બારોબાર મિલકતો ગ્રાહકોને વેચી છેતરપિંડી કરી

અમદાવાદના બી નાનજી ગ્રૂપના ડાયરેક્ટર સંદીપ પડસાલા, તેના બનેવી સહિત ચારેય બિલ્ડરોએ હાથીજણમાં બનાવેલી પાંચ સ્કીમોમાંથી બારોબાર મિલ્કતો ગ્રાહકોને વેચી દઇને પૂરેપુરું પેમેન્ટ મેળવી લઇને દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ ચારેય બિલ્ડરોએ કંપનીની પેઢીમાં મિલ્કત વેચી તેનું પેમેન્ટ ગ્રાહકોએ આપ્યું ન હોવાનું દર્શાવીને ચારેયે કુલ 23.62 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે તેમના ભાગીદારે વિવાકનંદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ચારેય પાર્ટનરો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં પદયાત્રીનાં મોત આ શહેરમાં થયા

વર્ષ 2010માં તેમને જમીન વેચવાની હોવાથી તેમના મિત્ર પ્રશાંતને વાત કરી

નારણપુરામાં રહેતા ઇશ્વર બંસીભાઇ પટેલ પરિવાર સાથે રહીને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. તેમની અને તેમના ભત્રીજા રાકેશ પટેલે ભેગા મળીને હાથીજણ ખાતે 40,784 ક્ષેત્રફળ જમીન આવેલી હતી. વર્ષ 2010માં તેમને જમીન વેચવાની હોવાથી તેમના મિત્ર પ્રશાંતને વાત કરી હતી. આથી તેણે જમીન લેવાનું કહીને તેના પાર્ટનર આશિષ ભુપેન્દ્રભાઇ પટેલ, બીરેન ભુપેન્દ્રભાઇ પટેલ અને બી નાનજી ગ્રૂપના ડાયરેક્ટર સંદીપ ભીખુભાઇ પડસાલા સાથે ઇશ્વરભાઇની મિટિંગ કરાવી હતી. જ્યાં ચારેય પાર્ટનરોએ ઇન્ડિયા કોલોની નામે પ્રોજેક્ટમાં ફ્લેટ બંગ્લોઝ અને કોર્મોશિયલ બાંધકામ કરી વેપાર કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તમામ પાર્ટનરોએ તે જમીનમાં અમન એપાર્ટમેન્ટ, અભિષેક બંગ્લો, બિનાલી કોમર્શિયલ, આદિત્ય એપાર્ટમેન્ટ અને આકાંક્ષા બંગ્લોના નામથી પાંચ સ્કીમ બનાવી હતી, જ્યારે અન્ય એક સ્કીમનું કામ હાલમાં ચાલુ છે.

અડધુ પેમેન્ટ આપ્યું હોવાનું દર્શાવીને 18.91 કરોડની ઉચાપત કરી

આશિષ, બિરેન, સંદીપ અને તેના બનેવી પ્રશાંતે ભેગા મળીને ફ્લેટ, બંગલો અને કોમર્શિયલ સ્કીમમાંથી મોટા ભાગની મિલ્કત વેચી ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવીને દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ પેઢીમાં તમામે અડધુ પેમેન્ટ આપ્યું હોવાનું દર્શાવીને 18.91 કરોડની ઉચાપત કરી હતી. જ્યારે ઇશ્વરભાઇએ રોકાણ કરેલા 4.71 કરોડ પણ પડાવી લીધા હતા. મહત્ત્વનું છે કે, સંદીપ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ હતી.

Back to top button