ભાવનગર-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, આજથી બુકિંગ શરૂ
- પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો
- ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે ઉપડશે
- આજથી IRCTC વેબસાઈટ પર બુકિંગ શરૂ
ભાવનગર: મુસાફરોની સુવિધા માટે ભાવનગર અને બાંદ્રા વચ્ચે ખાસ ભાડામાં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે બપોરે 2.40 કલાકે ઉપડશે. આ ટ્રેનને 9 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
તહેવારોની સિઝનમાં સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય મુસાફરો માટે મદદરૂપ થશે. ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે બપોરે 2.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાતના 11.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર 2023થી 29 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.
ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે. ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 1 નવેમ્બરથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: તહેવારો દરમિયાન રેલવે ચલાવશે ઓખા-દિલ્હી સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન