અંધકારમય સત્ય પર આધારિત વેબ સિરીઝ ‘હીરામંડી’ થઈ રીલીઝ
- ભણસાલીના મગજમાં છેલ્લા 18 વર્ષથી ‘હીરામંડી’નો હતો વિચાર
- સીરીઝની સ્ટોરીને સોશિયલ મીડિયા પર મળ્યો સારો પ્રતિસાદ
મુંબઈ, 1 મે 2024, સંજય લીલા ભણસાલીનું ભવ્ય OTT ડેબ્યુ થયું છે. સંજય લીલા ભણસાલીની સૌથી વધુ રાહ જોવાતી વેબ સિરીઝ હીરામંડી – ધ ડાયમંડ બઝાર હવે ‘ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સીરીઝની સ્ટોરીને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના ભવ્ય સેટ્સથી લઈને તેના બજેટ સુધીની દરેક બાબતને લઈને જબરદસ્ત હાઈપ હતી.
જાણો કયા કયા સ્ટાર્સથી ભરપૂર છે હીરામંડી
‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ છે. ઘણીવાર આવા સ્ટાર્સને OTT પ્રોજેક્ટ્સ માટે પસંદ કરવામાં આવે છે જેઓ ક્યાં તો ગુમનામીમાં હોય છે અથવા જેમની ચમક પહેલેથી જ ઓછી થઈ ગઈ હોય છે. ભણસાલીના મગજમાં છેલ્લા 18 વર્ષથી ‘હીરામંડી’નો વિચાર હતો.
કેટલા ખર્ચમાં બની સંજય લીલા ભણસાલીની ધમાકેદાર હીરામંડી
હીરામંડી વેબ સિરીઝ 200 કરોડના બજેટમાં બની તૈયાર થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેબ સિરીઝ માટે ડાયરેક્ટરે પણ ચાર્જ લીધો છે. એકલા સંજય લીલા ભણસાલી 65 કરોડ રુપિયાનો ચાર્જ લઈ રહ્યા છે. ઓટીટીની આ વેબ સિરીઝ માટે સંજય લીલા ભણસાલીએ પાણીની જેમ પૈસા વાપર્યા છે.
ફેન્સને પસંદ આવ્યા તમામ પાત્રો
સોનાક્ષી સિન્હાથી લઈને મનીષા કોઈરાલા સુધી સિરીઝના અન્ય તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આમાં મનીષા કોઈરાલાએ લાંબા સમય બાદ શાનદાર ભૂમિકા ભજવી છે. રિચા ચડ્ડાની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. શ્રેયા ઘોષાલે ફરી એકવાર પોતાના અવાજથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ ઉપરાંત શેખર સુમન અને તેમના પુત્ર અધ્યયન સુમન બંનેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ જોઈને યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
‘હીરામંડી’ની વાર્તા 1920થી શરૂ થાય છે, લાહોરના વિસ્તારથી જ્યાં તવાઈફ રાણીઓ રહે છે. આ ભણસાલીની દુનિયા છે જ્યાં સેટ્સથી લઈને તેમના પાત્રોના પોશાક સુધીની દરેક વસ્તુ એટલી વિગતવાર અને તીવ્રતા સાથે તૈયાર કરવામાં આવી છે કે ‘ડિઝાઇન’ને બદલે ‘ક્રાફ્ટ’નો ઉપયોગ વધુ યોગ્ય છે. સંજય લીલા ભણસાલીએ જે રીતે લાહોરની હીરામંડીને સ્ક્રીન પર રજૂ કરી છે, તે માટે આ વેબ સિરીઝ જોવા માટે ધીરજ અને હિંમત બંનેની જરૂર છે. હીરામંડીના આઠ એપિસોડ રીલીઝ કરવામાં આવ્યા છે એક કલાકનો એક એપિસોડ છે
આ પણ વાંચો..સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત