અમદાવાદમાં ગરમીની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી
- છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટીના 468 કેસ
- AMCના વટવા CHCમાં સૌથી વધુ 31 દર્દીઓને સારવાર આપવામાં આવી
- સાદા મેલેરિયાના 9 અને ડેન્ગ્યૂના 8 કેસ નોંધાયા છે
અમદાવાદમાં ગરમીની સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. જેમાં શહેરમાં ઝાડા-ઊલ્ટીના 468 ટાઈફોઈડના 156 કેસ નોંધાયા છે. તેમજ સપ્તાહમાં હીટ રિલેટેડ બીમારીના 119 કેસ સામે આવ્યા છે. તથા અમરાઈવાડી, નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દી છે. AMCના વટવા CHCમાં સૌથી વધુ 31 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સ્કૂલવર્ધી વાહનચાલક એફિડેવિટ આપશે તો જ ફિટનેસ સર્ટી મળશે
છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટીના 468 કેસ
અમદાવાદમાં ગરમી વધવાની સાથે સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી રહ્યો છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટીના 468 કેસ, કમળાના 73, ટાઈફોઈડના 156 અને કોલેરાના 19 કેસ નોધાયા છે. શહેરના અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, લાંભા, ઈન્દ્રપુરી, રામોલ- હાથીજણ, નરોડા અને નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દીઓ જોવા મળે છે. શહેરમાં કાળઝાળ ગરમીના કારણે હીટરીલેટેડ બિમારીના કેસોમાં નોધપાત્ર વધારો થયો છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં હીટ રીલેટેડ બિમારીના 119 કેસ નોંધાયા છે.
AMCના વટવા CHCમાં સૌથી વધુ 31 દર્દીઓને સારવાર આપવામાં આવી
AMCના વટવા CHCમાં સૌથી વધુ 31 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં 23 દર્દીઓને સારવાર અપાઈ છે. શહેરમાં તા.18 એપ્રિલથી તા.8 જૂન, 2024 સુધીના સમયગાળામાં શહેરમાં AMCની હોસ્પિટલો, CHC, UHC અને વેલનેસ સેન્ટરોમાં કુલ 1,108 દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને વટવા CHCમાં સૌથી વધુ 195, UHCમાં 169, નરોડા CHCમાં 86, LGહોસ્પિટલમાં 83, સરખેજ CHCમાં 67, થલતેજ, CHCમાં 65 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
સાદા મેલેરિયાના 9 અને ડેન્ગ્યૂના 8 કેસ નોંધાયા છે
શહેરમાં એક સપ્તાહ દરમિયાન સાદા મેલેરિયાના 9 અને ડેન્ગ્યૂના 8 કેસ નોંધાયા છે. શહેરમાં પાણીમાં પોલ્યુશનની ફરિયાદોમાં વધારો થયો છે અને પ્રદૂષિત પાણીની ફરિયાદો જોવા મળી છે ત્યાં પાણી અને ડ્રેનેજ લાઈનોમાં સંભવિત લીકેજ શોધી કાઢીને પગલાં લેવા એન્જિનીયરિંગ વિભાગના સૂચના આપવામાં આવી છે.