ભારતના આ ફેમસ જૈન મંદિરની એક વાર જરૂર લેજો મુલાકાત
- ભારતમાં અનેક ફેમસ જૈન મંદિર છે. આ જૈન મંદિરની મુલાકાત એક વખત તો લેવી જ જોઈએ. આ જૈન મંદિરો પ્રખ્યાત તીર્થસ્થાન પણ છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારત દેશમાં ઘણા હિન્દુ મંદિરો છે, જ્યાંની મુલાકાત તમને ભગવાનની સમીપ લઈ ગયાની લાગણી આપશે. ભારતમાં અનેક ફેમસ જૈન મંદિર છે. આ જૈન મંદિરની મુલાકાત એક વખત તો લેવી જ જોઈએ. આ જૈન મંદિરો પ્રખ્યાત તીર્થસ્થાન પણ છે. ભારતના પ્રસિદ્ધ પાંચ જૈન તીર્થ વિશે જાણો જેનું સ્થાપત્ય અને કલાકૃતિઓ તમારું દિલ જીતી લેશે. આ મંદિરોની મુલાકાત લીધા પછી, તમે જૈન ધર્મના ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકશો.
રણકપુર જૈન મંદિર, રાજસ્થાન
ભારતના બે સૌથી પ્રસિદ્ધ જૈન મંદિરો રાજસ્થાનમાં છે. પ્રથમ રાણકપુર જૈન મંદિર, જે માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. તમે તમારા આખા પરિવાર સાથે અહીં પહોંચી શકો છો. આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં અરાવલી પહાડીઓની વચ્ચે બનેલું છે. જ્યાં તીર્થંકર ઋષભનાથની પૂજા થાય છે. જાણકારી અનુસાર આ મંદિરમાં 1444 સ્તંભ છે અને તેની સુંદરતા જોવા લાયક છે.
અમર સાગર જૈન મંદિર, રાજસ્થાન
આ સિવાય રાજસ્થાનમાં અમર સાગર જૈન મંદિર આવેલું છે, જે જયપુરની નજીક બનેલું છે. આ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે. અહીંની દિવાલો પર જટિલ કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની સુંદર પ્રતિમાઓ છે. એટલું જ નહીં, અહીં તમને ચારેબાજુ ગ્રીનરી અને ગાર્ડન જોવા મળશે. આસપાસની સુંદરતા પણ તમારું મન મોહી લેશે.
કલ્પકજી મંદિર, તેલંગાણા
કલ્પકજી મંદિર તેલંગાણા રાજ્યના નાલગોંડા જિલ્લામાં આવેલું છે, જેને પ્રસિદ્ધ જૈન મંદિર માનવામાં આવે છે. આ મંદિર ઋષભદેવને સમર્પિત છે. આ મંદિર ઘણા શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. એટલે કે તેનો ઈતિહાસ ઘણો જૂનો માનવામાં આવે છે. મંદિરની સુંદરતા જોઈને તમને અહીં રહેવાનું મન થશે.
પાલિતાણા જૈન મંદિર, ભાવનગર
પાલીતાણા જૈન મંદિર એક પવિત્ર જૈન તીર્થસ્થાન છે. તે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. અહીં શત્રુંજય પહાડીઓ પર 863 થી વધુ જૈન મંદિરો છે. આ સ્થળની ગણતરી વિશ્વના સૌથી મોટા જૈન મંદિરોમાં થાય છે. અહીં દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં પહાડોની કઠિન યાત્રા કરીને દર્શન કરવા આવે છે. અહીંથી તમે પ્રાકૃતિર સૌંદર્યનો અદ્ભૂત નજારો જોઈ શકો છો.
ગોમતેશ્વર જૈન મંદિર
પ્રાચીન ગોમતેશ્વર જૈન મંદિર કર્ણાટક રાજ્યના શ્રવણબેલગોલામાં આવેલું છે. આ મંદિર ભગવાન બાહુબલીને સમર્પિત છે. મળતી માહિતી મુજબ, આ મંદિરમાં ભગવાન બાહુબલીની 18 મીટર ઊંચી પ્રતિમા છે, જે આખી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવે છે. આ તમામ જૈન મંદિરોમાં જઈને એક વખત તો દર્શનનો લહાવો લેવો જ જોઈએ. અહીં તમને શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર કુદરતી નજારો જોવા મળશે.
આ પણ વાંચોઃ સાઉથના આ પાંચ મંદિરોના દર્શન નહિ કરો તો હંમેશા થશે અફસોસ