ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીવિશેષહેલ્થ

કોલ્ડડ્રિંકમાં વાયરસ? વાયરલ વૉટ્સએપ મેસેજથી ગભરાટ ફેલાયો, સરકાર શું કહે છે જાણો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક – 24 ઑગસ્ટ :વોટ્સએપ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે જેમાં કોલ્ડ ડ્રિંક્સથી બચવા માટે ફેક મેસેજ આપવામાં આવી રહ્યો છે. ફેક મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ઠંડા પીણા ઇબોલા વાયરસથી દૂષિત છે. સરકારે આ હકીકતની તપાસ કરી છે અને વપરાશકર્તાઓને ચેતવણી આપી છે.  દાવો કરવામાં આવ્યો હતો કે આ સંદેશ સરકારનો હતો. પરંતુ સરકારે આ વાતને નકારી કાઢી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજને નકલી જાહેર કર્યો છે.

વોટ્સએપમાં દિવસેને દિવસે કોઈને કોઈ મેસેજ શેર થતાં હોય છે ત્યારે ફેક મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં ધ્યાન રાખવું જરૂરી છે. વોટ્સએપ મેસેજમાં યુઝર્સને કોલ્ડ ડ્રિંક્સ ન પીવા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેમાં ઈબોલા વાયરસ છે. મેસેજમાં હૈદરાબાદ પોલીસનો ઉલ્લેખ કરીને આ માહિતી સમગ્ર દેશમાં ફોરવર્ડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજ જે ઝડપથી ફરતો થઈ રહ્યો છે તેને નકલી ગણાવ્યો છે અને યુઝર્સને તેના પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે. પીઆઈબીએ એક એક્સ પોસ્ટ કરીને કહ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે યુઝર્સ માટે ઠંડા પીણા ન પીવા માટે કોઈ એડવાઈઝરી જારી કરી નથી.

શું લખ્યું છે ફેક મેસેજમાં?

ફેક મેસેજમાં હૈદરાબાદ પોલીસનો ઉલ્લેખ કરીને આ માહિતીને સમગ્ર ભારતમાં ફોરવર્ડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેક મેસેજ મુજબ માજા, કોકા કોલા, 7 અપ, પેપ્સી જેવા સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી મિક્સ કર્યું છે. એટલું જ નહીં, આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક ટીવી ચેનલે સોફ્ટ ડ્રિંકમાં વાયરસનો રિપોર્ટ પણ બતાવ્યો હતો.

આ પણ વાંચો..સાવધાન! પેરાસીટામૉલ, તાવ અને હાઈબ્લડ પ્રેશર સહિત 156 દવાઓ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો

Back to top button