ગુજરાત

ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ યોજાયો

Text To Speech
  • પાટણ વનવિભાગ દ્વારા ૪૦૦ વુક્ષોનું વાવેતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પરિસરમાં કરવામાં આવ્યું.

પાટણ: આજ રોજ સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પરિસરમાં ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિધાર્થીઓ, શિક્ષકો, વનવિભાગમાંથી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર આવીને બાળકોને આજના વર્તમાન સમયમાં વુક્ષોની જરૂરિયાત તેમજ જતન ખુબજ જરૂરી છે તેની માહિતી આપી હતી. શાળાના આચાર્ય ભગવાનભાઇ ચૌધરીએ શાળા પરિવારમાં આવેલા વિધાર્થીઓને વુક્ષોનું મહત્વ અને પર્યાવરણ વિશે સવિસ્તૃત સમજ આપી હતી.

ઉપરાંત વન વિભાગમાંથી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર વિષ્ણુભાઈ દેસાઈએ વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન વિષે સમજ આપીને વધુ વુક્ષો વાવવાનું આહવાન કર્યું હતું. ત્યારબાદ શાળાના પટાંગણમાં 400 વુક્ષોનું બધાએ મળીને વાવેતર કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ કાર્યક્રમ બાદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય દરેક વિધાર્થીઓને પોતાના ઘરે જઈને વુક્ષ વાવે અને તેનું જતન કરે તે માટે શાળા તરફથી દરેકને છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

વન મહોત્સવ-HDNEWS

આ ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ પ્રસંગે શાળાના આચાર્ય ભગવાનભાઇ ચૌધરી, શાળા સ્ટાફ પરીવાર, વિધાર્થીઓ તેમજ વન વિભાગમાંથી વિષ્ણુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.

વૃક્ષારોપણ કેમ જરુરી?

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. આમ અનેક કારણોસર વૃક્ષારોપણ જરુરી છે.

આ પણ વાંચો: જાણો કયાં પહોંચ્યું ચંદ્રયાન-3, ઈસરોએ કહ્યું- આવતીકાલે પરીક્ષા

Back to top button