ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

રસ્તા વચ્ચે નશામાં ધૂત બે લોકોનો ઝઘડો કરતાનો વીડિયો થયો વાયરલ

Text To Speech
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દારૂના નશામાં ધૂત થઈ ગયેલા બે દારુડીયાઓ રસ્તાની વચ્ચે કુસ્તી કરતા જોવા મળ્યા

ઉત્તરાખંડ, 13 ઓગસ્ટ: દારુના નશામાં ભલભલા લોકો નાટક કરતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દારૂના નશામાં ભાન ગુમાવી બેઠેલા બે દારુડીયાઓ રસ્તા વચ્ચે કુસ્તી કરી રહ્યા છે. વીડિયોમાં બંને રસ્તા પર લડતા અને આળોટતા જોવા મળે છે. દારૂના નશામાં બંને એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની વચ્ચે કુસ્તીનો મુકાબલો લાંબા સમય સુધી ચાલુ રહે છે.

દારુડીયાઓની કુસ્તી જોઈ લોકો હસવા લાગ્યા

રસ્તા પર હાજર અન્ય લોકો તમાશો જોઈ રહ્યા છે. ઘણા લોકો પોતાના મોબાઈલથી તે લોકોનો વીડિયો બનાવી રહ્યા છે. ઘણા લોકો તેમને જોઈને હસતા હસતા ત્યાંથી નીકળી રહ્યા છે. પરંતુ કોઈએ તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. લાંબા સમય સુધી ચાલેલી આ લડાઈ બાદ એક વ્યક્તિએ હિંમત બતાવી બંને નશાખોરોને ઠપકો આપીને ભગાડી દીધા હતા. વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો

આ વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો હોવાનું કહેવાય છે. ઋષિકેશથી પ્રકાશમાં આવેલો આ વીડિયો ત્યાંની ઈમેજને બગાડતો હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઋષિકેશ એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક માન્યતાઓને કારણે ભક્તો ત્યાં પૂજા માટે પહોંચે છે. આ શરમજનક વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ લોકો ઋષિકેશની તસવીર પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by purvanchal (@purvanchal51)

આ વાયરલ વીડિયો જોઈ ઘણા લોકોએ ઋષિકેશમાં દારૂના ધંધા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. લોકોએ ડ્રગ્સને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકો ચિંતિત હતા કે યાત્રાધામ શહેરમાં નશાની લત યુવાનોના જીવનને બરબાદ કરી રહી છે. ડ્રગ્સની સરળતાથી ઉપલબ્ધતાના કારણે શહેરમાં આવા દ્રશ્યો સરળતાથી જોવા મળે છે. જેના કારણે શાંતિ અને વ્યવસ્થા ખોરવાઈ રહી છે. સરકારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. રસ્તા પરની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Video: મેટ્રો સ્ટેશન પરથી એક વ્યક્તિ કૂદ્યો, CISFએ જીવ બચાવવા કર્યું આ કામ

Back to top button