વાઘોડીયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ બગડ્યા, જાહેર સભામાં જ અધિકારીઓને આપી ચીમકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. જોકે બીજા તબક્કાના મતદાન માટે 5મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ વાઘોડીયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મધુ શ્રીવાસ્તવ પોતાના બાહુબલી અંદાજમાં અધિકારીઓને ચિમકી આપી રહ્યા છે.
મધુ શ્રીવાસ્તવને ભાજપમાંથી ટિકિટ ન મળતા હવે અપક્ષ માંથી ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક સભા સંબોધતા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતુ કે, ચૂંટણી જીત્યા પછી જુઓ , પછી તો કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ તે બતાવીશ. મારી પ્રજાને નડ્યા હશે તે અધિકારીઓને પણ નહીં છોડું. એમને પણ કચ્છ-ભૂજ ન મોકલું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
આ પણ વાંચો;કેમ ગૃહપ્રધાન અમિત શાહ વડોદરામાં રોડ શો અધ વચ્ચે મુકીને અમદાવાદ રવાના થઈ ગયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વાધોડ્યાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બગડ્યા હતા અને તેઓેએ જાહેર સભામાં જ ચૂંટણી પછી બતાવી દઈશ કે કોણ છે મધુ શ્રીવાસ્તવ તેમ કહી અધિકારીઓને ચિમકી આપી દીધી હતી.