ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકના મંત્રીએ મહિલાને જાહેરમાં માર્યો લાફો, ઘટનાનો વીડિયો વાઈરલ

Text To Speech

બેંગલુરુ, કર્ણાટકની બસવરાજ બોમાઈ સરકાર ફરી એકવાર નિસાના પર છે. કર્ણાટક સરકારના મંત્રી વી સોમન્નાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફરિયાદ કરવા આવેલી એક મહિલા સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. સમસ્યા લઈને મંત્રી પાસે પહોંચેલી મહિલાને તેમણે જાહેરમાં જ થપ્પડ મારી દીધો હતો. જો કે તે પછી પણ મહિલાએ મંત્રીના ચરણ સ્પર્શ કરીને પોતાની વાત કહી. આ મામલે ફીડબેક આવવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓનું ઘમંડ બોલી રહ્યું છે.

મંત્રીએ મહિલાને જાહેરમાં લાફો માર્યો

કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, એક મહિલા મંત્રી જમીનની માલિકી માટે પોતાની ફરિયાદ લઈને વી સોમન્ના પાસે પહોંચી હતી. આ દરમિયાન કોઈ મુદ્દે મંત્રીનો મૂડ બગડ્યો અને તેણે મહિલાને થપ્પડ મારી દીધી.

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મંત્રીની થપ્પડના કારણે ત્યાં હાજર લોકો અસહજ બની ગયા હતા. પીડિત મહિલા પણ ધ્રૂજી ગઈ પરંતુ તેણે તરત જ મંત્રીના પગને સ્પર્શ કર્યો અને પછી ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું. મંત્રીએ મહિલા પર શા માટે ગુસ્સો દર્શાવ્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.

કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા

બીજી તરફ કોંગ્રેસે આ મામલે સીએમ બોમાઈ અને કર્ણાટક સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, કર્ણાટકમાં મંત્રીઓ અને ભાજપના નેતાઓનો ઘમંડ માથે ચડીને બોલી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ લખ્યું, “એક તરફ લોકો 40 ટકા કમિશન જેવા કૌભાંડનો ભારે ફટકો ભોગવી રહ્યા છે. બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રી મહિલાને થપ્પડ મારી રહ્યા છે. આપણા વડાપ્રધાન ક્યાં છે? શું સીએમ બોમાઈ મંત્રીને બરખાસ્ત કરશે?’

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એક્શનમાં અમિત શાહ, વડોદરામાં જીતની રણનીતિ

Back to top button