ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ધોનીનો તેના સાથી ક્રિકેટરો સાથે લોન્ગ ડ્રાઈવનો વિડીયો થયો વાયરલ

Text To Speech

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એવા મહેન્દ્ર ધોનીને વાહનોનો ઘણો શોખ છે .તેમજ તેની પાસે ઘણા સુપર-બાઈક, વિન્ટેજ અને લક્ઝરી કાર પણ છે અને આ વાહનોને લઈને મહેન્દ્ર સિંહ ધોની અનેકવાર રાંચીના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે.

હાલ થોડા સમય પહેલા જ ધોની Kiaનું નવું EV6 વાહન ખરીદ્યું છે, જે પાંચ સિટર ઇલેક્ટ્રિક SUVકાર છે. જેની કિંમત 59.95 થી 64.95 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કારમાં લઈ ધોની તાજેતરમાં ફરવા નીકળ્યો હતો જેનો વિડીયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : International Men’s Day : કેમ ઉજવાય છે આ દિવસ ?

આ વિડીયો રાંચીનો છે. જેમાં ધોની તેની IPLની ટીમ CSKના સાથી ખેલાડીઓ ઋતુરાજ ગાયકવાડ અને કેદાર જાધવ સાથે તેની નવી કારમાં લોન્ગ ડ્રાઈવ પર ગયો હતો. તેમજ IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે મહેન્દ્ર સિંહ ધોની. તે હાલમાં રાંચીમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની છેલ્લી IPLહશે. જોકે, તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી નથી. ધોની IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે પોતાની કપ્તાનીમાં CSKએ 4 વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની ધોનીનું નામ યાદીમાં મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ ટીમે જાળવી રાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે CSK અને જાડેજા વચ્ચે હવે બધું બરાબર છે. જો કે, ફ્રેન્ચાઇઝીએ ઓલરાઉન્ડર બ્રાવોને 11 વર્ષ સુધી ટીમમાં રાખ્યા બાદ તેને મુક્ત કર્યો હતો. CSKએ આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે 23મી ડિસેમ્બરે કોચીમાં યોજાનારી મીની હરાજીમાં CSK કયા ખેલાડીઓ પર દાવ લગાવશે.

ધોનીનો તેના સાથી ક્રિકેટરો સાથે લોન્ગ ડ્રાઈવનો વિડીયો થયો વાયરલ - humdekhengenews

એવું માનવામાં આવે છે કે CSK ટીમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર દાવ લગાવી શકે છે, કારણ કે ટીમને ધોની પછી કેપ્ટનની જરૂર પડશે. આવી સ્થિતિમાં વિલિયમસન શ્રેષ્ઠ વિકલ્પ હશે. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને આગામી આઈપીએલ તેની છેલ્લી હોઈ શકે છે. તેણે કહ્યું હતું કે તે IPLમાં તેના હોમ ગ્રાઉન્ડ પર અને ઘરના દર્શકોની સામે IPLને અલવિદા કહેવા માંગે છે.

Back to top button