વર્લ્ડકપમાં બાંગ્લાદેશે ICCના નિયમોનું ઉલ્લંઘન કરતો વીડિયો થયો વાયરલ
કિંગ્સટાઉન, 17 જુન : બાંગ્લાદેશે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં સ્થાન મેળવ્યું છે. તેની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવ્યું હતું. 17 જૂન (રવિવાર)ના રોજ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ માત્ર 85 રનમાં સમેટાઈ ગઈ હતી.
બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન અરાજકતા જોવા મળી હતી. એક સમયે બાંગ્લાદેશી ખેલાડીઓએ ICCના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આને લગતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાંગ્લાદેશી ખેલાડી ઝકર અલી સાથી ખેલાડી તંજીદ હસન શાકિબને ડ્રેસિંગ રૂમ તરફ જોઈને DRS લેવા માટે કહે છે.
When Tanzim was out on LBW, Bangladeshi player the non-striker Jaker went to the dressing room to ask for assistance during the DRS call.
How is @ICC able to permit this? Not even the umpire knows about this.even after the allotted time has passed,the third umpire is still used pic.twitter.com/wQXbRzJn5V
— マ ๏Le𝕏乛 (@VK50th) June 17, 2024
આ સમગ્ર ઘટના બાંગ્લાદેશની ઇનિંગ્સની 14મી ઓવરમાં બની હતી. તે ઓવરમાં નેપાળના સ્પિનર સંદીપ લામિછાનેનો પહેલો બોલ બાંગ્લાદેશી બેટ્સમેન તન્ઝીમ હસન સાકિબની પાછળની જાંઘમાં વાગ્યો હતો. સાકિબ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયો હતો. નેપાળી ખેલાડીઓની અપીલ બાદ મેદાન પરના અમ્પાયરે તન્ઝીમ હસન સાકિબને આઉટ આપ્યો હતો.
15 સેકન્ડ પૂર્ણ ગઈ હતી પણ…
તનઝીમ હસન સાકિબ પેવેલિયન પરત ફરવાના મૂડમાં હતો. પરંતુ આ દરમિયાન જાકર અલીએ રિવ્યુ લેવાનું કહ્યું હતું. આ દરમિયાન જેકરે ડ્રેસિંગ રૂમમાંથી સલાહ લીધી હતી. જો કે, તનઝીમે સમીક્ષા માટે ટી સાઈન કરી ત્યાં સુધીમાં 15 સેકન્ડ પૂર્ણ ગઈ હતી. આ હોવા છતાં પાકિસ્તાનના અહેસાન રઝા (ઓન-ફિલ્ડ અમ્પાયર) એ મામલો થર્ડ અમ્પાયરને રિફર કર્યો હતો. થર્ડ અમ્પાયરે વીડિયો ફૂટેજ જોયા બાદ તનઝીમ હસન સાકિબને નોટઆઉટ જાહેર કર્યો હતો. બોલ ટ્રેકર બતાવે છે કે બોલ ઓફ-સ્ટમ્પ ખૂટે છે. જો કે આ ઘટના બાદ સાકિબ થોડી ક્ષણો માટે જ ક્રિઝ પર રહી શક્યો હતો. સંદીપ લામિછાણેના બીજા જ બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો.
નિયમો અનુસાર, DRS દરમિયાન ખેલાડી ડગઆઉટ/ડ્રેસિંગ રૂમ તરફ જોઈ શકતો નથી. ઉપરાંત, ડગઆઉટમાં બેઠેલા કોચ અથવા અન્ય કોઈ વ્યક્તિની મદદ લઈ શકાતી નથી. ICCની મેચ રમવાની શરતો અનુસાર, જો અમ્પાયરને લાગે છે કે ફિલ્ડિંગ કેપ્ટન અથવા બેટ્સમેનને બહારથી કંઈક વિશે સંકેતો મળ્યા છે, તો તે સમીક્ષા માટેની વિનંતીને રદ કરી શકે છે.
આ ઘટનાએ સ્ટીવ સ્મિથની યાદ અપાવી
આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથની બ્રેઈનફેડ પળ યાદ અપાવી હતી. માર્ચ 2017માં ભારત વિરૂદ્ધ બેંગલુરુ ટેસ્ટ મેચ દરમિયાન તત્કાલિન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથને અમ્પાયર લોંગે આઉટ આપ્યો હતો, પરંતુ સ્મિથે રિવ્યુ માટે બીજા છેડે ઉભેલા પીટર હેન્ડ્સકોમ્બ સાથે વાત કરી અને આ દરમિયાન ડ્રેસિંગ રૂમ તરફ જોતા રિવ્યુ પણ સલાહ લેવાનો પ્રયત્ન કર્યો હતો. લોંગે સ્મિથને આમ કરતા રોક્યો હતો. તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્મિથે પાછળથી કહ્યું કે તેણે કોઈ સલાહ લીધી ન હતી અને ગભરાઈને આ બધું કર્યું હતું.