ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ભારતીય મુળના યુવકના કેનેડિયન ફુડ બેંકમાંથી ફ્રી ફુડ મેળવવાના વીડિયોથી થયો ટ્રોલ

  • કેનેડાની ચેરીટીબેટલ ફુડ બેંકમાંથી ફ્રિ ફુડ લેવાનો વીડિયોમાં દાવો કરતા ભારતીય મુળના યુવકની સોશિયલ મીડિયામા ઘણી ટીકાઓ થઈ રહી છે.

HDન્યુઝ ડેસ્ક, 26 એપ્રિલ: સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાયરલ થઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મૂળના એક વ્યક્તિએ કેનેડામાં વિદ્યાર્થીઓ માટે સ્થાપિત ફૂડ બેંકનો વીડિયો શેર કર્યો છે, આ વીડિયો શેર કર્યા પછી તેને કાઢી મૂકવામાં આવ્યો છે. “ફ્રી ફૂડ” કેવી રીતે મેળવવું એના વિશેના વિડિયોમાં, મેહુલ પ્રજાપતિ સમજાવે છે કે તે કેવી રીતે દર મહિને ફૂડ અને ગ્રોસરી પર “સેંકડો રૂપિયા” બચાવે છે. તેણે કહ્યું કે તેઓ બિન-લાભકારી સંસ્થાઓ, ટ્રસ્ટો અને ચર્ચો દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્થાપિત ફૂડ બેંકોમાંથી “મફત” કરિયાણુ મેળવે છે. શ્રી પ્રજાપતિએ અઠવાડિયા માટેનો તેમનો ખોરાક પણ બતાવ્યો જેમાં ફળો, શાકભાજી, બ્રેડ, ચટણી, પાસ્તા અને તૈયાર શાકભાજીનો સમાવેશ થતો હતો.

એક એક્સ યુઝરે તેની ભારતીયમુળના યુવકની સેલેરી વિશે પોસ્ટ શેર કરી હતી

એક એક્સ યુઝરે પોતાની પોસ્ટમાં મેહુલ પ્રજાપતિના કથિત વીડિયો પર પોસ્ટ શેર કરતા જણાવ્યું  હતું કે,  “આ વ્યક્તિ @TD_Canada ખાતે બેંક ડેટા સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરે છે, આ પદ પર તેનો વાર્ષિક પગાર 98,000$ છે, અને તેણે ગર્વથી આ વીડિયો અપલોડ કર્ચો હતો જેમાં તે જણાવે છે કે તે ચેરિટી ફુડ બેંકમાંથી કેટલું ફ્રિ ફુડ મેળવે છે. @ X દ્વારા શેર કરાયેલ પોસ્ટ પર સ્લેટીઝમનો દાવો કરવામાં આવ્યો છે.  જોકે, શ્રી પ્રજાપતિએ કેટલાક આઉટલેટ્સને કહ્યું કે તેઓ કેનેડામાં ટીડી બેંકમાં 17 અઠવાડિયા સુધી ઈન્ટર્ન તરીકે કામ કરે છે અને  તેને ક્યારેય પણ ક્લિપમાં દાવો કર્યા પ્રમાણે વેતનના રુપમાં પગાર મળ્યો નથી.

એક્સ યુઝરે સ્ક્રીનશોટ પણ શેર કર્યો

એક્સ યુઝરે પછી એક પોસ્ટ શેર કરીને એક અપડેટ આપતા કહ્યું કે, ફુડ બેંક ડાકુને હાંકી કઢાયો છે  જોકે બેંકના ઈ-મેઈલના સ્ક્રીનશોટમાં શ્રી પ્રજાપતિને નોકરીમાંથી કાઢી નાખવા વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.  તેણએ બસ એટલું જ કહ્યું છે કે વીડિયોમાં નામિત જે વ્યક્તિ છે તે હવે ટીડી બેંકમાં કામ કરી રહ્યો નથી

મેહુલ પ્રજાપતિના આ વીડિયોથી સોશિયલ મીડિયામાં શાબ્દિક યુધ્ધ છેડાયું ગયું છે, જેમાં કેટલાક લોકો તેના સમર્થનમાં અને કેટલાક તેના વિરુધ્ધમાં લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: ગર્લફ્રેન્ડ ના મળી તો છોકરીના સ્ટેચ્યુને બાઈક પર બેસાડી ફરવા નીકળ્યો યુવક, પછી થયું એવુ કે…

Back to top button