ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બચપન કે દિન ભૂલા ન દેના…મુક્ત મને હિંચકાનો આનંદ માણતી મહિલાનો વીડિયો વાયરલ

Text To Speech

હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 21 ફેબ્રુઆરી: આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન આપે છે. જ્યાં પહેલાં લોકો તેમના આરોગ્યને અવગણતા હતા, ત્યારે અત્યારે દરેક લોકો પોતાને ફિટ રાખવા કંઈક ને કંઈક કરતાં રહે છે. મહિલા હોય કે પુરુષ હવે બધા સ્વયંને ફીટ રાખવા કસરત કે કરતબો કરતાં રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક મહિલા સાડી પહેરીને લોંખડના સળિયા પર કરતબો કરી રહી છે. જો કે, આવા કરતબો તમે પણ નાનપણમાં કર્યા જ હશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

મહિલાનો વીડિયો થયો ઇન્ટરનેટ પર સર્ક્યુલેટ

આ વાયરલ વીડિયોમાં મહિલા લાઇટ પિન્ક કલરની સાડી પહેરીને સળિયા વડે હિંચકા ખાતી નજરે પડે છે. મહિલા સ્ટ્રેન્થ સાથે લોંખડના સળિયા પર હાથ લટકાવીને કરતબ કરી રહી છે.  તે એટલી એનર્જી સાથે સ્વિંગ કરે છે જાણે તેણે પહેલાથી ટ્રેનિંગ લીધી હોય. મોટાભાગે આવા લોંખડના રૉડ કોઈ ગાર્ડન કે પાર્કમાં લાગેલા હોય છે. જ્યાં નાના ભૂલકાંઓ આવી એક્ટિવિટી કરી શકે. જો કે, તંગદિલી-મુક્ત જીવન જીવવું હોય તો બાળપણની અમુક રમતો મોટા થયા પછી પણ ચાલુ રાખવી જોઇએ. આ વીડિયો તેનું જ ઉદાહરણ છે.  જેમ એક યુવાન મહિલા તેની સોસાયટીના બગીચામાં મુક્ત મને હિંચકા ખાવાનો આનંદ ઉઠાવી રહી છે.

યુઝર્સ મહિલાના સ્ટ્રેન્થને વખાણી રહ્યા છે

આ વીડિયો જોયા બાદ યુઝર્સ મહિલાના સ્ટ્રેન્થને વખાણી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સ્ટ્રેન્થ તો હૈ ભાઈ!! બીજા એક યુઝરે લખ્યું કે, સ્ટ્રેન્થ વિથ બ્યુટી. બીજી તરફ, કેટલાક યુઝર્સ યુવતીને ટ્રોલ પણ કરી રહ્યા છે. એકે કોમેન્ટ કરતાં લખ્યું કે, જો તેણે સફેદ સાડી પહેરીને આવું કર્યું હોત તો બધા ડરી જતા. તો વધુ એકે લખ્યું કે, સફેદ સાડી અને જો તમે કોઈને રાત્રે આવું કરતા જોશો તો તમને 2-4 હાર્ટ એટેક આવશે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરનું નામ આકાશમાં ગૂંજી ઊઠ્યું, જૂઓ વીડિયો

Back to top button