ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતનાં એક નાના બાળકનો કોકપિટમાં બેસીને પ્લેન ઉડાડતો વિડીયો થયો વાયરલ

Text To Speech

તાજેતરમાં જ સુરત એરપોર્ટ પર એક બાળકનો કો-પાયલટ સીટ પર બેસીને હેડસેટ પહેરી અને સ્ટીયરીંગ હાથમાં લઈને પાયલટના માર્ગદર્શન સાથે વિમાનને રન વે પરથી ટેક ઓફ માટે લઈ જતો વિડીયો વાયરલ થયો છે. અહીં સવાલ એ છેકે આટલું નાનું બાળક જેને વિમાનની આગળની સ્ક્રીન ઉપરનો રન વે પણ નથી દેખાઈ રહ્યો તે કોકપિટ પર પહોંચ્યો કઈ રીતે?

આ પણ વાંચો : સુરતમાં આજે ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં 36માં રાષ્ટ્રીય રમતઉત્સવનું સમાપન

આ સમગ્ર ઘટનામાં પાયલટની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. સામાન્ય રીતે પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ કરે ત્યારે વિશેષ ધ્યાન આપવામાં આવે છે મુસાફરોને બેલ્ટ બાંધી રાખવા માટે કહેવામાં આવે છે અને પાયલોટ સહિતનો સ્ટાફ વિશેષ કાળજી રાખવા માટે નિર્દેશ આપતાં હોય છે આવી સ્થિતિમાં એક બાળક વિમાન ઉડાવે એ ચિંતાજનક છે.

આ વિડીયો વાયરલ થતા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનને ઇમેઇલ મોકલી ઘટનાની તપાસ યોજવા માંગ કરી છે. તેમજ પાયલટ અને એરલાઈન્સ સામે પગલાં ભરવા માંગ કરી છે. જો ટેક ઓફ વખતની કોઈ પણ ચૂક સુરત શહેર માટે ખતરો સાબિત થઈ ગયો હોત. આ વિડીઓ પરથી ચોક્કસપાણે એ કઈ ખબર પડે છે કે તે સુરત એરપોર્ટનો છે.

Back to top button