દેશી જુગાડથી બનેલા હરતા-ફરતા ઘરનો વીડિયો થયો વાયરલ, લોકોએ પુછ્યું…
- એક વ્યક્તિએ પોતાના મગજનો ઉપયોગ કરીને અને પોતાની કારીગરી બતાવીને હરતું-ફરતું ઘર બનાવ્યું છે, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ, તમે પણ જૂઓ અહીં…
HD ન્યૂઝ ડેસ્ક, 14 જૂન: આપણા દેશમાં જુગાડ લોકોની કમી નથી. લોકો માત્ર તક શોધે છે અને તક મળતાં જ પોતાની યુક્તિઓ બતાવીને બધાને ચોંકાવી દે છે. કેટલાક લોકો એવા હોય છે જે કોઈ તકની રાહ જોતા નથી. તેઓ આખો દિવસ જુગાડ વિશે વિચારતા રહે છે અને પછી એવો જુગાડ બનાવે છે જે જોઈને દરેકની આંખો તે જોતી જ રહે છે. અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ તે જોતા જ રેશો. તો ચાલો કિંમતી સમય બગાડ્યા વગર તમે પણ જૂઓ આ વાયરલ વીડિયો…
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
હાલમાં વાયરલ થઈ રહેલા જુગાડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ ઝૂંપડા જેવું ઘર બનાવ્યું છે. આ માટે તેમણે ઘાસનો ઉપયોગ કર્યો છે જેને કેટલીક જગ્યાએ ખાર પણ કહેવામાં આવે છે. આ ઝૂંપડીના તળિયે પૈડા પણ લાગેલા છે જેથી તેને ગમે ત્યાં લઈ જઈ શકાય. આ સિવાય વ્યક્તિએ તે ઝૂંપડીમાં કુલર, લાઈટ અને જોવા માટે ટીવી પણ લગાવી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઝૂંપડીમાં લાઈટો ચાલુ છે અને ટીવી પણ ચાલુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
इसके आगे तो दुनिया के महंगे महंगे होटल भी फेल हैं।😍🛖 pic.twitter.com/OPBNBCZpPh
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) June 13, 2024
યુઝરના મનમાં ઉભો થયો પ્રશ્ન
આ વીડિયોને સોશિયલ મીડિયો પ્લેટફોર્મ X પર @Gulzar_sahab નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આની સામે દુનિયાની સૌથી મોંઘી હોટલ પણ ફેલ થઈ ગઈ છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે તેના મનમાં આવેલો સવાલ પૂછ્યો અને લખ્યું, ‘અરે ભાઈ મને એ કહો કે લાઈટના કેબલ વગર, ડીશ કે ડીવીડી વગર કેવી રીતે ટીવી ચાલી રહ્યું છે?’ ત્યારે ઘણા યુઝર્સે આ જુગાડને જોયા બાદ વખાણ પણ કર્યા છે.
આ પણ વાંચો: ઉંદર-બિલ્લી રમ્યા સંતાકૂકડી, અને પછી શું થયું? જૂઓ વીડિયો