ટ્રેન્ડિંગયુટિલીટી

WhatsAppમાં આવ્યું ઉપયોગી ફીચર, ફોટા અને વીડિયો મોકલવાનું બન્યું સરળ

  • Metaએ WhatsAppમાં એક ખૂબ જ ઉપયોગી નવું ફીચર ઉમેર્યું
  • હવે ફોટો અને વીડિયો શેર કરવાનું બની જશે સરળ

HD ન્યૂઝ ડેસ્ક, 8 એપ્રિલ: WhatsApp વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓ માટે એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરતું રહે છે. Metaનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન તેમજ વિન્ડોઝ પીસી અને વેબ બ્રાઉઝર પર ઉપલબ્ધ છે. યુઝર્સ આ એપ દ્વારા તેમના મિત્રો અને પ્રિયજનોને મેસેજની સાથે ફોટો અને વીડિયો શેર કરી શકે છે. એટલું જ નહીં, હાલના સમયમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં કોમ્યુનિટી અને ગ્રુપ ચેટિંગ, વોઇસ નોટ્સ, સ્ટીકર્સ જેવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. વોટ્સેપે હવે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી ફીચર ઉમેર્યું છે, જેના દ્વારા ફોટો અને વીડિયો શેર કરવાનું વધુ સરળ બનશે.

વોટ્સેપમાં આવ્યું કામનું ફીચર

WhatsAppએ iOS એટલે કે iPhone યુઝર્સ માટે આ ઉપયોગી ફીચર ઉમેર્યું છે. WhatsAppના iOS 24.7.75 વર્ઝન સાથે યુઝર્સને ફોટો અને વીડિયો શેર કરવાનો નવો અનુભવ મળશે. વધુમાં Meta તેની મેસેજિંગ એપ માટે ઘણા AI ફીચર્સ પણ લાવવા જઈ રહ્યું છે. WhatsAppનું આ ફીચર હાલમાં માત્ર બીટા યુઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે, એટલે કે તમામ યુઝર્સને આ ફીચર હાલ નહીં મળે.

 

WABetainfoના રિપોર્ટ અનુસાર યુઝર્સે હવે તેમના iPhoneની ફોટો લાઇબ્રેરીને એક્સેસ કરવા માટે માત્ર એક જ ટેપ કરવાનું રહેશે. આ માટે એપમાં ચેટ બારની સાથે એક શોર્ટકટ બટન મળશે, જેના પર ટેપ કર્યા બાદ ફોનની ફોટો લાઇબ્રેરીને એક્સેસ કરી શકાશે. પહેલા WhatsAppમાં કોઈની સાથે ફોટો અથવા વીડિયો શેર કરવા માટે યુઝર્સે પહેલા પિન આઈકોન પર ટેપ કરવું પડતું હતું. હવે તરત જ ફોટો અને વીડિયો મોકલી શકાશે.

વોટ્સેપ અપડેટ થયા પછી ફીચર આ રીતે કરશે કામ

નવા અપડેટ પછી યુઝર્સે કોઈપણ ઇન્ટરમીડિયેટ સ્ટેપ ફોલો કરવાની જરૂર નહીં રહે. વપરાશકર્તાઓ ડાયરેક્ટ + બટન પર ટેપ કરીને તેમના ફોનની લાઇબ્રેરીને ઍક્સેસ કરી શકશે. iOS માટે બહાર પાડવામાં આવેલા આ અપડેટના ચેન્જલોગ વિશે વાત કરીએ તો આ બટનથી યુઝર્સ ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ રેકોર્ડ અને શેર પણ કરી શકશે. આ ઉપરાંત તમે તેના પર ડબલ ટેપ કરીને તરત જ વીડિયોને ફોરવર્ડ અને રીવાઇન્ડ કરી શકશો. જો આ સુવિધા તમારા iPhoneમાં ઉપલબ્ધ નથી, તો તમારે Apple App Store પરથી તેનું નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ કરવું પડશે અથવા આ અપડેટ આવવાની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનની તીવ્ર ગતિનું કારણ એક પક્ષી છે! જાણો હાઈસ્પીડ ટ્રેન કેવી રીતે તૈયાર થઈ

Back to top button