ઉત્તર ગુજરાત

ડીસા કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાની આંતર કોલેજ ચેસ સ્પર્ધા યોજાઈ

Text To Speech

પાલનપુર: ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાની આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 40 કોલેજના 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત વિશે જાણતા થાય, તે માટે દર વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં દર વર્ષે ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અનેક રમત ગમતોનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

ડીસા- humdekhengenews ડીસા- humdekhengenews

જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાની જુદી જુદી 40 કોલેજના 60 ભાઈઓ અને 40 બેહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસાના જાણીતા પર્યાવરણ પ્રેમી ડો.નવીનકાકા , કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ટી. બી. આઝાદ,યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય અને નિર્ણાયકો હાજર રહેલ.આ સ્પર્ધા સ્વિસ મેથડથી રમાડવામાં આવશે .આ સ્પર્ધાનું આયોજન ડીસા કોલેજના સ્પોર્ટસ વિભાગના અધ્યક્ષ ડો. આર. ડી. ચૌધરી કર્યું હતું.

Back to top button