ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

લોકોને રડાવવા માટે આમંત્રણ આપતી એક અનોખી વેબસાઇટ

Text To Speech

અમદાવાદ, 29 જાન્યુઆરી : દરેક વ્યક્તિમાં વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે. ક્યારેક તે કોઈ વાતથી ખુશ થઈ જાય છે તો ક્યારેક કોઈ મજાક પર જોર જોરથી હસવા લાગે છે અને ક્યારેક કંઈક એવું બને છે કે વ્યક્તિ કોઈ પણ કારણ વગર રડવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ રડે છે તો તેને હંમેશા કોઈને કોઈ ન રોવા માટે સલાહ આપતું જ હોય છે, પરંતુ સંશોધકોના મતે રડવું એટલું ખરાબ નથી. વિજ્ઞાની પણ માને છે કે, અઠવાડિયામાં એકવાર રડવામાં કોઈ નુકસાન નથી. વિજ્ઞાની આવું શા માટે કહે છે? આ તમને વિચિત્ર લાગશે, પરંતુ લોકોને રડવા માટે આમંત્રણ આપવા માટે એક વેબસાઇટ બનાવવામાં આવી છે.

અનોખી વેબસાઈટ

એક અહેવાલ અનુસાર, આ વેબસાઈટનું નામ cryonceaweek.com રાખવામાં આવ્યું છે. આ વેબસાઈટ દ્વારા લોકોને એક ખાસ વીડિયો જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે, જેને જોઈને લોકો રડવા લાગે છે. આ વેબસાઈટ પર બીજા ઘણા આવા વીડિયો છે જેને જોઈને તમે રડી પડશો. તેમજ, વર્ષ 2018માં ધ ઈન્ડિપેન્ડન્ટમાં પ્રકાશિત થયેલા એક લેખની લિંક પણ આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું હતું કે, રડાવે તેવી ફિલ્મો જોવી એ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી તણાવ ઓછો થાય છે.

રડવું પણ છે મહત્ત્વનું

Hidefumi Yoshidaના મતે, વ્યક્તિ માટે સ્ટ્રેસ બસ્ટર તરીકે સૂવા અથવા હસવા કરતાં વધુ સારું રડવું છે. દર્દ ભર્યાં ગીતો સાંભળવાથી, રડાવે તેવી ફિલ્મો જોવાથી અથવા દુઃખ દર્દ ભર્યાં પુસ્તકો વાંચવાથી પેરાસિમ્પેથેટિક નર્વ સક્રિય થાય છે. જે હૃદયના ધબકારાને ધીમા કરી દે છે અને મગજને શાંતિનો અનુભવ થાય તેવી ઇફેક્ટ ઊભો કરે છે. અઠવાડિયામાં એકવાર રડવાથી જીવન તણાવમુક્ત રહેશે. જેથી, આ વેબસાઇટ લોકોને રડવા માટે આમંત્રણ આપી રહી છે.

આ પણ વાંચો : થિયેટર અને મોલમાં શૌચાલયના દરવાજા નીચેથી ખુલ્લા હોવાનું કારણ જાણો છો ?

 

Back to top button